England's Oldest Cricketer Don Smith Passes Away at 97
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • ક્રિકેટ જગત માટે માઠા સમાચાર! ઈંગ્લેન્ડના સૌથી વૃદ્ધ ક્રિકેટરનું 97 વર્ષની વયે નિધન

ક્રિકેટ જગત માટે માઠા સમાચાર! ઈંગ્લેન્ડના સૌથી વૃદ્ધ ક્રિકેટરનું 97 વર્ષની વયે નિધન

 | 10:35 pm IST
  • Share

ક્રિકેટના સર્જક ઈંગ્લેંડના સૌથી વૃદ્ધ ટેસ્ટ ક્રિકેટર ડોન સ્મિથનું ( Don Smith) 97 વર્ષની વયે અવસાન થયું છે. આ ઓલરાઉન્ડરે તેની ટીમ માટે ત્રણ ટેસ્ટ મેચ રમી હતી. તેણે ક્રિકેટમાં મક્કા ગણાતા લોર્ડ્સના મેદાન પર વેસ્ટ ઇન્ડીઝની ટીમ સામે ડેબ્યૂ કર્યું હતું. આ પછી તે શ્રીલંકાની ક્રિકેટ ટીમના કોચ પણ હતા. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે (ECB) ડોન સ્મિથના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

ઈસીબીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ 97 વર્ષની વયે વિશ્વ છોડીને ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર ડોન સ્મિથના નિધન પર દુઃખ વ્યક્ત કરે છે. આ દુઃખની ઘડીમાં ઇસીબીએ તેમની પત્ની લીન અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

ડોન સ્મિથે તેની કારકિર્દી દરમિયાન મોટે ભાગે સસેક્સ માટે રમી હતી, જ્યાં તેમણે 1746–1962ની વચ્ચે 17,000થી વધુ રન બનાવ્યા હતા. આ સિવાય તેમણે 340 વિકેટ પણ લીધી હતી. તેમની કાઉન્ટી ક્લબ સસેક્સના જણાવ્યા અનુસાર ડોન સ્મિથ તેમની ક્રિકેટ કારકિર્દી દરમિયાન ગુલાબના ફૂલનો વ્યવસાય પણ કરવા માંગતા હતા. પરંતુ તે સમયે તેટલી ગરમી હોવાને કારણે તેઓ તે કરી શક્યા નહીં. આ સમય દરમિયાન તેમને લેન્સિંગ કોલેજ દ્વારા ગ્રાઉન્ડસમેન અને કોચ બનવાની ઓફર કરવામાં આવી હતી. આ કામ તેમણે લગભગ 20 વર્ષ સુધી કર્યું.

1984માં તેમને શ્રીલંકા ક્રિકેટ ટીમના કોચ બનાવવામાં આવ્યા હતા. તેમણે આ પદ થોડા સમય માટે સંભાળ્યું. તે પછી તેઓ તેમની પત્ની લિન સાથે કાયમ માટે ઓસ્ટ્રેલિયાના એડિલેડમાં સ્થાયી થયો. આપને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે વિશ્વના પ્રથમ હયાત ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર એલન બુરગાસનું 100 વર્ષની વયે અવસાન થયું છે.

આ વીડિયો પણ જુઓઃ ગુજરાત વાહન વ્યવહાર વિભાગે જાહરે કર્યું જાહેરનામું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન