England's victorious players celebrate with wifes and girlfriends and a baby
  • Home
  • Photo Gallery
  • PHOTOS: ઇંગ્લેન્ડમાં જશ્ન એ જીત, ક્રિકેટરોએ પત્ની, ગર્લફ્રેન્ડ તેમજ બાળકો સાથે કરી ઉજવણી

PHOTOS: ઇંગ્લેન્ડમાં જશ્ન એ જીત, ક્રિકેટરોએ પત્ની, ગર્લફ્રેન્ડ તેમજ બાળકો સાથે કરી ઉજવણી

 | 10:26 am IST

ઈંગ્લેન્ડના વિજયી ક્રિકેટરોએ તેમની પત્ની, ગર્લફ્રેન્ડ અને બાળકો સાથે વર્લ્ડ કપ જીતવાની ઉજવણી કરી હતી. આઈસીસી વિશ્વ કપ 2019માં લંડનનાં લૉર્ડ્સ મેદાન પર ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની વચ્ચે ફાઇનલ મેચ રમાઈ. સુપર ઑવર સુધી પહોંચેલી આ ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડનો વિજય થયો છે. સુપર ઑવરમાં ઇંગ્લેન્ડે વિના વિકેટે 15 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ન્યૂઝીલેન્ડે પણ 15 રન બનાવ્યા હતા.

જો કે સુપર ઑવરમાં સરખા રન બન્યાં છતા વધારે બાઉન્ડ્રી મારવાનાં કારણે ઇંગ્લેન્ડને વિજયી જાહેર કરવામાં આવ્યું. ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. પહેલા બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડની ટીમે 50 ઑવરમાં 8 વિકેટે 241 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઇંગ્લેન્ડ 50 ઑવરમાં 241 રન બનાવી શક્યું હતુ અને મેચ ટાઇ થઈ હતી. તો જુઓ આ જીતનાં જશ્નનાં કેટલાક ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન