ઇંગ્લિશ, ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ ભારતીય વ્યંજનોનો સ્વાદ માણ્યો - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • ઇંગ્લિશ, ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ ભારતીય વ્યંજનોનો સ્વાદ માણ્યો

ઇંગ્લિશ, ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ ભારતીય વ્યંજનોનો સ્વાદ માણ્યો

 | 2:45 am IST

। લોર્ડ્ઝ ।

ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ટેસ્ટના પ્રારંભિક દિવસે લંચ સુધી વરસાદના કારણે રમત શક્ય બની નહોતી અને લંચ વહેલો લેવામાં આવ્યો હતો. ઐતિહાસિક લોર્ડ્ઝ ખાતે બંને ટીમોને કોન્ટિનેન્ટલ વાનગી ઉપરાંત ભારતીય વ્યંજનો પણ પીરસવામાં આવ્યા હતા. જેમાં ચિકન ટિક્કા, પનીર ટિક્કા, દાલ અને બાસમતિ રાઇસ, મિક્સ વેજિટેબલ, મેશ પોટેટો, પાપડ સહિત કેટલીક અન્ય વાનગીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. બંને ટીમોમાંથી ઘણા ખેલાડીઓ ભારતમાં રમાતી આઇપીએલમાં રમતા હોવાના કારણે તેમને ભારતીય વાનગીઓ વધારે ગમતી હોય છે. આ ઉપરાંત પ્લેયર્સ મેનૂમાં કેટલીક નોન-વેજ વાનગીઓ પણ રાખવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન