English county cricket will be start soon from 1st august
  • Home
  • Sports
  • Cricket
  • કોરોના મહામારી વચ્ચે ક્રિકેટ ફેન્સ માટે મોટા સમાચાર! ECBએ કરી મોટી જાહેરાત

કોરોના મહામારી વચ્ચે ક્રિકેટ ફેન્સ માટે મોટા સમાચાર! ECBએ કરી મોટી જાહેરાત

 | 2:56 pm IST

કોરોના વાયરસના કારણે લોકડાઉન રહેતા છેલ્લા ઘણા સમયથી દુનિયાભરમાં ક્રિકેટ ટુર્નામેન્ટ્સ રદ અને મુલતવી કરવામાં આવી છે. જો કે, હવે પરિસ્થિતિઓમાં ધીમે-ધીમે સુધારો થતા ઇન્ટરનેશનલ ક્રિકેટ શરૂ થવાની તૈયારીઓ શરૂ થઈ છે. ત્યારે આ સ્થિતિમાં ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ(ECB) એ સોમવારે એક મહત્વની જાહેરાત કરી છે.

મીડિયા રિપોર્ટ મુજબ ઇસીબીએ સોમવારે જાહેરાત કરી કે સ્થગિત કાઉંટી ક્રિકેટ સત્ર 2020 આખરે એક ઓગસ્ટથી શરૂ થશે. આપને જણાવી દઈએ કે કાઉંટી સત્ર એપ્રિલથી શરૂ થવાનું હતું. પરંતુ કોરોના મહામારીના કારણે આ અનિશ્ચિતકાળ માટે મુલતવી કરવામાં આવ્યું હતું. જ્યારે ઈસીબીએ તેના નવા ટૂર્નામેન્ટ ‘ધ હંડ્રેડ’ ને પણ 2021 સુધી ટાળ્યું હતું.

રિપોર્ટ પ્રમાણે ઈસીબીએ તેના નિવેદનમાં કહ્યું કે, પુરુષ અને મહિલા ઘરેલુ સત્રની તૈયારીની યોજના સરકાર અને તબીબોના સૂચન પર આધારિત રહેશે. કારણ કે ખેલાડીઓ, સ્ટાફ અને અધિકારીઓની સુરક્ષા પહેલી પ્રાથમિકતા છે. ખેલાડીઓ 1લી જુલાઈ અથવા જલદી ટ્રેનિંગ ફરી શરૂ કરી શકે છે. આ સત્રની યોજનામાં લાલ અને સફેદ બોલના ક્રિકેટનો વિકલ્પ પણ શામેલ છે. આપને જણાવી દઈએ કે ઇન્ટરનેશનલ ક્રિકેટની વાપસી 8 જુલાઈથી ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 3 ટેસ્ટ મેચની સીરીઝ સાથે થશે. જે એકદમ સુરક્ષિત માહોલમાં થશે.

આ વીડિયો પણ જુઓ: કચ્છ ખાવડાના જુણા ગામે પોલીસ પર હુમલાનો કેસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન