english man selling peanuts on england streets viral on social media
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: આપણી ખાણીપીણીનો ક્રેઝ લંડનની ગલીઓ સુધી, અંગ્રેજો વેચી રહ્યાં છે ભેળપુરી

VIDEO: આપણી ખાણીપીણીનો ક્રેઝ લંડનની ગલીઓ સુધી, અંગ્રેજો વેચી રહ્યાં છે ભેળપુરી

 | 10:59 am IST

મગફળી અને ભેળ ખાવાનો શોખ તો તમને પણ હશે જ. જો કે દરેક ગુજરાતી અને ભારતીયને આ શોખ તો પહેલાથી જ હોય છે. પરંતુ આપણી આ ભેળ અને મગફળીનો ક્રેઝ તો લંડનની ગલીઓ સુધી છે એનો પુરાવો આપતો એક વીડિયો વાયરલ થયો છે. ઈંગ્લેન્ડમાં વર્લ્ડ કપ ચાલુ છે તો એક અંગ્રેજે સ્ટેડિયમની બહાર મગફળીની રેકડી નાખી છે. લોકોએ પણ ગરમા ગરમ મગફળી ખાવા માટે લાઈન લગાવી છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.

એક બીજો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં એક અંગ્રેજ ભેળ વેચી રહ્યો છે. લોકો એવો દાવો કરી રહ્યાં છે કે આ ભાઈ ઓસ્ટ્રેલિયા અને ભારતનાં મેચ દરમિયાન સ્ટેડિયમ બહાર ભેળ વેચી રહ્યો છે. જો કે આ ભેળ વેચતો વીડિયો જુનો છે કે હાલનો એ કોઈ પાક્કી ખાતરી નથી થઈ. તો તમે પણ જુઓ એ બંન્ને વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન