અંગ્રેજી દવાઓનાં ષડ્યંત્રથી મુક્ત કઈ રીતે થવું ? - Sandesh
  • Home
  • Columnist
  • અંગ્રેજી દવાઓનાં ષડ્યંત્રથી મુક્ત કઈ રીતે થવું ?

અંગ્રેજી દવાઓનાં ષડ્યંત્રથી મુક્ત કઈ રીતે થવું ?

 | 1:33 am IST

વિચાર સેતુ  :- વિનીત નારાયણ

વિશ્વ આરોગ્ય સંગઠનના ૧૯૯૭ના એક અહેવાલમાં જણાવ્યા મુજબ બજારમાં વેચાઈ રહેલી ચોર્યાસી હજાર દવાઓ પૈકી ૭૨ હજાર દવાઓ પર તરત પ્રતિંબધ લાગવો જોઈએ. કેમ કે દવાઓ આપણા આરોગ્ય માટે હાનિકારક છે, પરંતુ પ્રતિબંધ લગાવવો તો દૂર આજે આવી દવાઓની સંખ્યા બમણાથી પણ અધિક થઈ ગઈ છે. ૨૦૦૩ના અહેવાલ મુજબ ભારતમાં નકલી દવાનો ધંધો પ્રતિવર્ષ લગભગ દોઢ લાખ કરોડ રૂપિયા થઈ ગયો હતો અને આજે તેમાં પણ વધારો થયો છે. ભારતમાં મળનારી મેલેરિયા, ટીબી કે એઇડ્સ જેવી બીમારીની ૨૫ ટકા દવા નકલી છે, કારણ સ્પષ્ટ છે, જ્યારે દવાઓની શોધ આરોગ્ય માટે ઓછી પરંતુ મોટી કંપનીઓની દવાઓ વેચવા વધુ થવા લાગે, કમિશન અને વિદેશોમાં સફર અને આતિથ્યની લાલાચમાં ડોક્ટર, મીડિયા, સરકાર અને વહીવટીતંત્ર જ નહીં પણ સ્વૈચ્છિક સંગઠનો પણ સમાજનું બ્રેઇન વોશ કરવાને કામે લાગી જાય, તો ષડ્યંત્રથી બચાવી કોણ શકે? કોઈ નહીં, ત્યારે જ બચી શકાય કે જ્યારે આપણે આપણા તબીબ જાતે બની શકીએ.

જે વૈજ્ઞા।નિક ચિકિત્સાપદ્ધતિની પ્રત્યેક ક્રાંતિકારી શોધ ૧૦ -૧૫ વર્ષોમાં જ નવી શોધ સાથે અધૂરી, અવૈજ્ઞા।નિક અને હાનિકારક જાહેર થતી હોય તેના પાંચતારક હોસ્પિટલ, ભવ્ય ઓપરેશન થિયેટર, ગરમીમાં પણ કોટ પહેરનારા મોટા મોટા ડિગ્રીધારી તબીબો કરતાં બહેતર એ રહેશે કે હજારો વર્ષથી દાદી-નાનીના પ્રમાણિત નુસખા અને પરંપરામાં જળવાયેલી ચિકિત્સાપદ્ધતિને આપણે આપણા તબીબ જાતે બનીએ.

જ્યારે પોતાની ખંડિત દૃષ્ટિને કારણે તબીબ દવા આપીને એક નવા રોગને શરીરમાં ઘુસાડી દે કે પછી શરીરમાં ભયંકર ઉત્પાત પેદા કરી દે અને આધુનિક ચિકિત્સાપદ્ધતિની અવૈજ્ઞા।નિકતાને છુપાવવા સાઇડ ઇફેક્ટ, રિએક્શન જેવા શબ્દોની શબ્દજાળ રચે ત્યાં સુધી પોતાની જાતે ‘ગિનપિગ’ બનવાથી બચવા માટે જરૂરી છે કે આપણે પોતાના તબીબ જાતે બનીએ. પેથોલોજિસ્ટ-તબીબની સાઠગાંઠથી વાતવાતમાં લોહીની તપાસ, એક્સ-રે, સોનોગ્રાફી, એમઆરઆઈ, ઈસીજી વગેરેના ચક્કરમાં ફસાવીને આપણી પાસેથી રૂપિયા પડાવવામાં આવે તેવામાં માનસિક તંગદિલીથી બચવા માટે અને સમય તેમજ ધનની બરબાદીને રોકવા આપણે પોતાના તબીબ જાતે બનીએ તે જરૂરી બની રહે છે.  જે વ્યવસ્થામાં લાખો રૂપિયા ખર્ચ કરવા છતાં તબીબ બનાવી જતા હોય, વિશેષજ્ઞારૂપે સ્થાપિત થવા જ જીવનનાં ૩૩-૩૪ વર્ષ નીકળી જતાં હોય, તે વ્યવસ્થામાં તબીબને નૈતિકતાના પાઠ ભણાવવા, ‘દર્દીને પોતાના શિકાર નહીં ભગવાન સમજે’ ભણાવવાને બદલે વધુ જરૂરી એ છે કે આપણે આપણા તબીબ જાતે બનીએ. ચોમેર જ્યારે એ પ્રકારનું વાતાવરણ હોય કે તબીબ ભયના મનોવિજ્ઞા।નનો સહારો લઈને રોગીના સંબંધીઓની ભાવનાઓનું શોષણ કરવા લાગે ત્યારે ભયના સોદાગરોથી બચવા માટે જરૂરી બની રહે છે કે આપણે આપણા તબીબ જાતે બનીએ. જે વ્યવસ્થામાં તબીબોને એવી ભાષા શીખવવામાં આવે કે જેને સામાન્ય માનવી સમજી ના શકતા હોય અને તે કારણે તબીબોને રોગીનાં અજ્ઞા।નનો મનમાન્યો લાભ મેળવવાની તક મળતી હોય, બીજા શબ્દોમાં કહીએ તો જે વ્યવસ્થામાં ધેનલોલુપ વરૂ સામે સામાન્ય જનતાને લાચાર બનીને જવું પડતું હોય તે વ્યવસ્થામાં લોહિયાળ દાંતોથી આત્મરક્ષા માટે એ જરૂરી છે કે આપણે આપણા તબીબ જાતે બનીએ.

જે દેશમાં યુરોપીય-અમેરિકી સમાજની જરૂરિયાતો મુજબ થયેલી શોધોને વાંચીને તબીબો તૈયાર થતા હોય અને જેમને પોતાના દેશની હજારો વર્ષ જૂની ખાનપાન અને રહનસહન શૈલીમાં છુપાયેલી વૈજ્ઞા।નિકતાનું જ્ઞા।ન ના હોય, તે દેશમાં આરોગ્ય વિશે તબીબો પર ભરોંસો કરવાને બદલે વધુ જરૂરી એ બની જાય છે કે આપણે પોતે પોતાના તબીબ બનીએ. જે વિશ્વમાં ક્યારેક ડેંગ્યૂ, ક્યારેક એઇડ્સ, ક્યારેક હાઇપેટેટિસ બી, ક્યારેક ચિકનગુનિયા, ક્યારેક સ્વાઇન ફ્લૂનાં નામે આતંક ફેલાવીને લૂંટ ચાલતી હોય ત્યાં ષડ્યંત્રોના ચક્રવ્યૂહથી બચવા માટે જરૂરી છે કે આપણે પોતાના તબીબ જાતે બનીએ.

જ્યારે આરોગ્ય વિજ્ઞા।નનાં ક્ષેત્રમાં પ્રગતિની સાથોસાથ રોગ વધવા લાગે, વૃદ્ધાવસ્થામાં થનારા હૃદયરોગ ૩૦-૩૫ વર્ષની વયે થવા લાગે, સામાન્ય પ્રસવ ચીરાફાડા કરાવતી સિઝેરિયનમાં બદલાઈ જાય, લોહીનાં દબાણ, મધુપ્રમેહ (ડાયાબિટીસ), કમર અને ઘૂંટણનો દુઃખાવો ઘરઘરમાં ફેલાવા લાગે તેવામાં કહેવાતા વિજ્ઞા।નથી સ્વયંની સુરક્ષા માટે જરૂરી બની રહે છે કે આપણે આપણા તબીબ જાતે બનીએ, જ્યારે કોઈક ચિકિત્સા કે સારવાર માનવપ્રેમ કે સેવાને આધારે ના કરતાં જો ધંધા માટે કરવા લાગીએ તો પણ ઠીક કહી શકાય, કેમ કે ધંધામાં પણ એક પ્રકારની નૈતિકતા હોય છે, પરંતુ જો કોઈક વ્યક્ત ચિકિત્સાને નૈતિકતા છોડીને લૂંટ, ઠગાઈ, શિકાર વગેરેનો સ્રોત બનાવી લે તો માથું ધુણાવવા સિવાય સમજદારી એમાં જ છે કે આપણે આપણા તબીબ જાતે બનીએ.

વાત અજબ લાગશે, જો સ્વસ્થ રહેવા માટે જાતે તબીબ બનવું પડે, તો બાકી વ્યવસાય કોણ ચલાવશે? એવું નથી. અહીં જે તબીબની વાત થઈ રહી છે તેના માટે કોઈ મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવીને ૧૦ વર્ષ ભણવાની જરૂર નથી. માત્ર પોતાની આસપાસ વિખેરાયેલા પરંપરાગત જ્ઞા।ન અને અનુભવને ખુલ્લી આંખ અને કાનથી દેખી-સમજીને અપનાવવાની જરૂર છે. ટીવી સિરિયલ, ફિલ્મો, મેકોલોનું શિક્ષણ,ઉદારીકરણ અને બજારૂ સંસ્કૃતિએ આપણને આપણાં મૂળિયાથી કાપી નાખ્યા છે, તેથી ભારતના બગીચામાં ખીલેલાં ફૂલ સમય પહેલાં મુરઝાઈ જાય છે, તે પરિસ્થિતિને પલટવા માટે મુંબઈના ઉત્તમ મહેશ્વરીજીએ પોતાનું એક પુસ્તક લખીને એક અત્યંત સફળ અને પ્રભાવી પ્રયાસ કર્યો છે. તે પુસ્તકનું નામ છે ‘સ્વયંના તબીબ જાતે બનો.’ મને આ રોચક, સરળ અને સચિત્ર પુસ્તક વાંચતાં લાગ્યું કે આપણે ભણેલાગણેલાં લોકો કેટલા મૂર્ખ છીએ કે જે પોતાના પગ ઉપર કુહાડી મારી રહ્યાં છીએ. [email protected]પર ઈમેલ મોકલીને તમે માર્ગદર્શન મેળવી શકો છો. જ્ઞા।ન જ્યારે વેચવામાં આવે, તો તે ધંધો થઈ જતું હોય છે, પરંતુ તેને વહેંચો તો પરમાર્થ બની રહેતું હોય છે. તમને લાભ થાય તો તેને બીજાને વહેંચશોજી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;