NIFTY 9,364.00 -22.15  |  SENSEX 30,316.81 +-48.44  |  USD 64.7900 -0.10
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Other Sports
  • એન્જેનિ બુચાર્ડ અને  કોન્ટા સિડની ઓપનની સેમિફાઇનલમાં ટકરાશે

એન્જેનિ બુચાર્ડ અને  કોન્ટા સિડની ઓપનની સેમિફાઇનલમાં ટકરાશે

 | 3:53 am IST

સિડની, તા. ૧૧

બ્રિટનની ટેનિસ ખેલાડી જોહાના કોન્ટા અને કેનેડાની એન્જેની બુચાર્ડે સિડની ઓપનની સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. બંને ખેલાડી અંતિમ ચારના મુકાબલામાં સામ-સામે ટકરાશે.

એન્જેની બુચાર્ડે વિશ્વમાં ૨૭મી રેન્ક ધરાવતી અનાસ્તાસિયા પાવલિચેનકોવાને ૬-૨, ૬-૩થી હરાવી સેમિફાઇનલમાં જગ્યા બનાવી હતી જ્યારે જોહાના કોન્ટાએ રશિયાની દારિયા કસાત્કિનાને ૬-૩, ૭-૫થી પરાજય આપ્યો હતો. દારિયાએ મંગળવારે નંબર વન ટેનિસ ખેલાડી એન્જેલિક કાર્બેરને હરાવી મેજર અપસેટ સર્જ્યો હતો પરંતુ ક્વાર્ટર ફાઇનલમાં ૧૦મી રેન્ક ધરાવતી કોન્ટા સામે હારી ગઈ હતી. અન્ય એક મેચમાં બાર્બરા સ્ટ્રીકોવાએ ૧૦મી ક્રમાંકિત કેરોલિન વોઝનિયાકીને ૭-૫, ૬-૭, ૬-૪થી પરાજય આપ્યો હતો. સ્ટ્રીકોવાનો અંતિમ ચારમાં બીજી ક્રમાંકિત એગ્નિએસ્કા રેડવાન્સ્કા સામે થશે. રેડવાન્સ્કાએ ચીનની યિંગ યિંગ ડાનને ૬-૩, ૬-૨થી હરાવી હતી.

મહિલા ડબલ્સમાં સાનિયા મિર્ઝા અને બાર્બરા સ્ટ્રીકોવાની જોડીએ વિજયી શરૂઆત કરતાં સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. સાનિયા-સ્ટ્રીકોવાની જોડીએ મેડિસન બ્રિંગ્લે અને રોડિઓનોવાની જોડીને ૬-૩, ૬-૪થી પરાજય આપ્યો હતો. અન્ય એક મેચમાં બીજી ક્રમાંકિત માર્ટિના હિંગિસ અને કોકો વેન્ડવેગની જોડીનો ટીમિયા બાબોસ અને પાવલિચેન્કોવાની જોડીએ ૭-૬, ૬-૪થી હરાવી અપસેટ સર્જતાં અંતિમ ચારમા જગ્યા બનાવી હતી.

1