સાતમ-આઠમની રજાઓની મજા માણો ગુજરાતના આ સુંદર બીચ પર... - Sandesh
  • Home
  • Food & Travel
  • સાતમ-આઠમની રજાઓની મજા માણો ગુજરાતના આ સુંદર બીચ પર…

સાતમ-આઠમની રજાઓની મજા માણો ગુજરાતના આ સુંદર બીચ પર…

 | 11:08 am IST

સાતમ-આઠમના તહેવારની મજા માણવા માટે અનેક લોકો ફરવા જતા હોય છે. જો તમે પણ પરિવારજનોં સાથે સુંદર સ્થળોની મુલાકાત માટેની યોજના બનાવતા હોવ તો તમારી માટે બેસ્ટ છે દક્ષિણ ગુજરાતનો ‘નારગોલ બીચ’. આ બીચ પર સૌથી વધારે લોકો જવાનું પસંદ કરતા હોય છે ત્યારે તમે પણ જાણી લો આ બીચ પર કેવી રીતે પહોંચવું…

નારગોલ બીચ
નારગોલ બીચ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં આવેલું છે. તેની આસપાસ સુરત અને દહેજ જેવા બે વિશાળ પોર્ટ છે. આ ઉપરાંત વિકાસની દ્રષ્ટીએ સુરત અને ઉમરગાંઉની વચ્ચે આ બીચ આવતો હોવાથી તેના વિકાસની શક્યતાઓ વધુ છે. સુરત ઉપરાંત નારગોલ બીચની નજીક સાપુતારા, દાંડી, દમણ અને ઉદવાડા જેવા અનેક જોવાલાયક સ્થળો છે. સરકારે આ બીચને ટૂરિઝમ બીચ બનાવવા માટે જરૂરિયાત અનુસારની સુવિધા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાની યોજના બનાવી છે.

કેવી રીતે પહોંચવું
નારગોલ બીચ પહોંચવા માટે નજીકનું સ્થળ ઉમરગાંઉ છે. તેમજ રેલવે થકી જવા માટે નજીકનું રેલવે સ્ટેશન સજાણ છે. આ ઉપરાંત વલસાડ અને સુરત જેવા સ્થળેથી સમયાતંરે ખાનગી તથા સરકારી સાધન મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન