સાતમ-આઠમની રજાની મજા માણો સૌરાષ્ટ્રની આ ફેમસ જગ્યાઓ પર.. - Sandesh
  • Home
  • Food & Travel
  • સાતમ-આઠમની રજાની મજા માણો સૌરાષ્ટ્રની આ ફેમસ જગ્યાઓ પર..

સાતમ-આઠમની રજાની મજા માણો સૌરાષ્ટ્રની આ ફેમસ જગ્યાઓ પર..

 | 5:43 pm IST

સૌરાષ્‍ટ્રમાં સાતમ આઠમના તહેવારોનું કંઇક અલગ જ મહત્‍વ હોય છે. અનેક લોકો પોતાના પરિવાર સાથે તેમજ મિત્ર વર્તુળમાં આ દિવસોમાં ફરવા નિકળી જતા હોય છે. જો કે આ માહોલમાં લોકોના હાથમાં જે આવે તે વાહન લઇને ફરવા નિકળી પડતા હોય છે.

જો તમે પણ સાતમ આઠમના આ તહેવારોમાં સૌરાષ્‍ટ્ર ફરવા જવા ઇચ્છતા હોવ તો તમારી માટે ખૂબ જ ઓપ્શન છે. તમને જણાવી દઇએ કે, સૌરાષ્ટ્રમાં તમે સોમનાથ, દ્વારકા, દીવ, જુનાગઢ, પાલીતાણા ભાવનગર, તુલસીશ્‍યામ, સાસણ, ચોટીલા, ઘેલા સોમનાથ જડેશ્વર સહિતના વિવિધ સ્‍થળોએ તમે ફરી શકો છો અને જન્‍માષ્‍ટમીના માહોલની મજા પણ માણી શકો છો.

સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો વર્ષોથી રાજકોટમાં યોજાય છે ત્યારે આ લોકમેળાને દર વર્ષે અલગ અલગ લોકોના સૂચન મુજબ નામકરણ કરવામાં આવે છે. ત્યારે આ વખતે “મારો રંગીલો લોકમેળો”તેવું નામ આપવામાં આવ્યું છે. મેળાની મુલાકાતે આવતા લોકો માટે નવી રાઈડ્સ, ચટાકેદાર વાનગીઓ અને આઈસ્ક્રીમના સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે. લોકોને પૂરું મનોરંજન મળે તે માટે તમામ વ્યવસ્થાથી સજ્જ આ મેળો કરવામાં આવ્યો છે. આ મેળાની ખાસ વાત એ રહેશે કે, રાજકોટના બે કલાકારો લોકમેળામાં પરફોર્મન્સ આપશે. જોકે આ વખતે આ લોકમેળાને સાડાચાર કરોડનું વીમાકવચ પણ લેવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન