વેકેશનમાં આરામની સાથે એડવેન્ચરની મજા માણવી છે? તો આ સ્થળ છે બેસ્ટ - Sandesh
NIFTY 10,767.65 -0.70  |  SENSEX 35,443.67 +-19.41  |  USD 67.5000 +0.38
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Food & Travel
  • વેકેશનમાં આરામની સાથે એડવેન્ચરની મજા માણવી છે? તો આ સ્થળ છે બેસ્ટ

વેકેશનમાં આરામની સાથે એડવેન્ચરની મજા માણવી છે? તો આ સ્થળ છે બેસ્ટ

 | 12:26 pm IST

કર્ણાટકની બહુ લોકપ્રિય નદીના તટે ‘દાંડેલી’ આવેલું છે. ઉત્તર કર્ણાટકના પશ્ચિમ ધાટ પર આવેલા આ સ્થળ પર ફરવાની મજા જ કંઇક અલગ આવે છે. આ સ્થળ પર તમે આરામ કરી શકો છો અને સાથે-સાથે સાહસિકતાનો પણ ભરપૂર રોમાંચ ઉઠાવી શકો છો. ત્યાં આવેલી કાલી નદી પર રિવર રાફ્ટીંગ માટે ખૂબ જ જાણીતુ છે એટલે કેટલાય સાહસિકોને ત્યાં જવાનું ટાળતા નથી.

જો કે આ એક એવી જગ્યા છે જ્યાં તમને ચાલવાનું મન થાય અને તમે આજુબાજુની સુંદરતા નિહાળતા નિહાળતા ક્યાંય પહોંચી જાઓ અને સાથે-સાથે તમને થાક પણ ન લાગે. જો કે ત્યાં વાઇલ્ડલાઇફ પણ અદભૂત છે.

કહેવાય છે કે, જો તમારે ફ્રેશ થવુ હોય તો ત્યાં પ્રાણીઓ અને કુદરતી સુંદરતા એટલી સરસ મજાની છે કે, એ જોતાની સાથે જ તમે આનંદની લાગણી અનુભવો અને રિલેક્સ ફીલ કરો. તમને જણાવી દઇએ કે, જો તમે આખરે આ વાંચીને ‘દાંડેલી’ જવાનું વિચારી લીધુ હોય તો આ મહિનો એકદમ બેસ્ટ છે.