Entertainment Actor shahrukh khan what doing Gauri khan behind her gown
  • Home
  • Entertainment
  • Bollywood
  • શાહરૂખ ખાને વાંકા વળીને પત્ની ગૌરીના ગાઉનને લીધું હાથમાં અને વીડિયો થયો વાયરલ

શાહરૂખ ખાને વાંકા વળીને પત્ની ગૌરીના ગાઉનને લીધું હાથમાં અને વીડિયો થયો વાયરલ

 | 7:20 am IST

બોલિવૂડ કિંગ ખાન એટલે શાહરૂખ ખાન ઘણી વખત પત્ની ગૌરી ખાન સાથે ઇવેન્ટ્સમાં જોવા મળે છે. આ વખતે પણ બન્ને એક સાથે કેમેરામાં જોવા મળ્યા છે. તે બાદ બન્નેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. પરંતુ આ વખતે આ વીડિયો વાયરલ થવાનું કારણ ખાસ છે. જોકે, શાહરૂખ ખાન અને ગૌરી ખાન એક ઇવેન્ટમાં પહોચ્યા હતા. આ ઇવેન્ટમાં ગૌરી ખાને એક ગાઉન પહેર્યું હતુ. તે આગળ ચાલી રહી હતી અને શાહરૂખ ખાન જમીન પર રહેલું ગૌરીનું ગાઉન સાચવી રહ્યો હતો.

રિપોર્ટ મુજબ શાહરુખ ખાન અને ગૌરી ખાન વોગ ધ પાવર લિસ્ટ 2019ની ઇવેન્ટમાં પહોંચ્યા હતા. તેમા શાહરૂ ખાને થોડીક સેકન્ડ માટે નહીં પરંતુ ઘણી મિનિટ સુધી પત્ની ગૌરી ખાનનું ગાઉન સાચવી રાખ્યું હતું.

આ દરમિયાન ફોટો ગ્રાફરન બન્નેની ફોટો લેતા રહ્યા તે બાદ જ્યારે આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ યૂજર્સ તરફથી અપલોડ કરવામાં આવ્યો તો તે વાયરલ થઇ રહ્યો છે. લોકો શાહરૂખ ખાનના આ કામના વખાણ કરી રહ્યા છે.

વીડિયોમાં ગૌરી ખાન શાહરુખને એવું પણ કહેતી જોવા મળી રહી છે કે ગાઉન છોડી દે. છતા પણ શાહરુખ પત્નીનું ધ્યાન રાખતા તેનું ગાઉન પકડીને ચાલે છે.

આ પણ જુઓ : અમદાવાદમાં સામે આવ્યો લૂંટેરી દુલ્હનનો કિસ્સો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન