Entertainment Akshay Kumar ride in metro to avoid traffic, the crowd did not even recognize
  • Home
  • Entertainment
  • Bollywood
  • ટ્રાફિકથી બચવા અક્ષય કુમારે મેટ્રોમાં કરી મુસાફરી, ભીડમાં કોઇએ ઓળખ્યો પણ નહીં – Video

ટ્રાફિકથી બચવા અક્ષય કુમારે મેટ્રોમાં કરી મુસાફરી, ભીડમાં કોઇએ ઓળખ્યો પણ નહીં – Video

 | 11:34 am IST

બૉલિવૂડ અભિનેતા અક્ષય કુમાર કોઇ પણ રિસ્ક લેવા કે એડવેન્ચરના નામે કંઇક સારુ કરવાથી ક્યારેય ડરતા નથી. ત્યારે હાલમાં તેમને એક એવું કામ કર્યું છે જે તેમના માટે મુશ્કેલી ઉભી કરી શકે તેમ હતું. અક્ષય ટ્રાફિક જામથી બચવા માટે 18 સપ્ટેમ્બરે મેટ્રોમાં મુસાફરી કરી. જેનો એક વીડિયો શેર કરી આખી કહાની સંભળાવી છે અને એકદમ ખચાખચ ભરેલી મેટ્રોનો સીન પણ વીડિયોમાં બતાવ્યો.

વીડિયોમાં અક્ષય કહે છે, હુ આ સમયે મેટ્રોમાં છું. ચૂપચાપ આવ્યું છું. હું ઘાટકોપરમાં શુટિંગ કરી રહ્યો હતો. ત્યાંથી માકે વર્સોવા પહોંચવાનું હતું. મારો મેપ બતાવી રહ્યો હતો 2 કલાક અને 5 મિનિટ લાગશે. મારી સાથે ડાયરેક્ટર રાજ મહેતા પણ હતા. જેમણે ગુડ ન્યૂઝ ડાયરેક્ટ કીરે છે. તેમણે મને કહ્યું કે અક્ષય ચલ મેટ્રોથી જઇએ, મેં કહ્યું કે ખૂબ ભીડ હશે. છતા પણ તેમણે કહ્યું કે ચલો જઇએ, તો મે પણ કહ્યું ચલો રિસ્ક લઇને જઇએ. મેં એક-બે સિક્યોરિટી ગાર્ડની સાથે ચૂપચાપ અંહી બેઠો છું. હજી સુધી કોઇને ખબર નથી. એક બે લોકો છે જેમને અંદાજો છે.

 

અક્ષયે કહ્યું , મને લાગે છે કે આ એક એવું ટ્રાન્સપોર્ટેશન છે જે હાઇટ પર છે જેથી કેટલું પણ પાણી ભરાઇ જાય તે ચાલતી રહેશે. વધુંમાં અક્ષયે કહ્યું મેટ્રોની મદદથી તેમણે 2 કલાકની જગ્યાએ તે માત્ર 20 મિનિટમાં પહોંચી ગયા.

અક્ષયના આ વીડિયો પર તેમના ફેન્સ કોમેન્ટ રહી રહ્યા છે. રિંગ વર્માએ લખ્યું ભાઇ પહેલી વખત બેઠા છો, દિલ્હીમાં તો વધારે મજા આવે છે. જોયા ખાને લખ્યું છે કે કાશ હું પણ ત્યાં હોત. ત્યારે અન્ય એક યુઝરે લખ્યું છે કે દિલ્હીની મેટ્રોમાં આવી જાઓ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન