Entertainment Anupam Kher shared such a video, people said - brain wandered sir
  • Home
  • Entertainment
  • Bollywood
  • અનુપમ ખેરે શેર કર્યો એવો વીડિયો, લોકોએ કહ્યું- મગજ ફરી ગયું સર

અનુપમ ખેરે શેર કર્યો એવો વીડિયો, લોકોએ કહ્યું- મગજ ફરી ગયું સર

 | 7:21 am IST

દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર હાલ હોલિવૂડ પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. કામની સાથે અનુપમ સોશિયલ મીડિયા પર તે ખૂબ એક્ટિવ રહે છે.પોતાની સોશિયલ મીડિયા પ્રેજેંસ દ્વારા તે તેમના ફેન્સ સાથે સતત જોડાયેલા રહે છે. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ન્યૂયોર્કમાં પોતાની લાઇફની વચ્ચે ભાગદોડમાં લાગેલા અનુપમ કેટલીક વખત રીયલ લાઇફથી જોડાયેલી વસ્તુઓ સોશિયલ મીડિયામાં શેર કરતા રહે છે.

ઇન્સ્ટાગ્રામ પર 20 લાખથી વધારે લોકો અનુપમ ખેરને ફોલો કરી રહ્યા છે. તેમણે હાલમાં એક એવો વીડિયો તેમના ઇન્સ્ટાગ્રામથી પોસ્ટ કર્યો જે બાદ લોકો ખૂબ કન્ફ્યૂઝ થઇ ગયા છે અને ઘણા ક્રેઝી રિએક્શન સોશિયલ મીડિયા પર આવવાના શરૂ થઇ ગયા છે. વીડિયોમાં અનુપમ અનુપમનો ફ્રન્ટ અને સાઇડ પ્રોફાઇલ બન્ને એક જ વખતમાં નજરે પડી રહ્યા છે.

વીડિયોના કેપ્શનમાં તેમણે લખ્યું છે કે ભ્રમ હવે સંભવ નથી. કારણકે વાસ્તવિકતા જ સંભવ નથી. આ એક ફ્રન્ટ શૉટ છે? પ્રોફાઇલ છે? કે બન્ને છે? એક સ્થિર તસવીરમાં મારી આંખ કેવી રીતે હરકત કરી રહી છે. હું પણ આ સવાલના જવાબને શોધી રહ્યો છું. અનુપમની આ પોસ્ટ પર લોકો મજેદાર રિએક્શન આપી રહ્યા છે.

એક યુઝરે લખ્યું, સર એક કમાલનું આર્ટવર્ક છે. જેને ફોટોગ્રાફરે સુંદર રીતે કેપ્ચર કર્યું છે. એક અન્ય યુઝરે લખ્યું રચનાત્મકતા તેના ચરમ પર છે. પરંતુ તે કેટલીક હદ સુધી ડરાવનું છે. કેટલાક યૂઝર્સે લખ્યું મગજ ફરી ગયું સર, એક યુઝરે લખ્યું, સાઇડ પ્રોફાઇલથી તમે પોતાના ભાઇ લાગો છો.

આ પણ જુઓ : 

નિત્યાનંદની અન્ય એક સાધ્વીના સનસનીખેજ આરોપ T

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન