Entertainment Before Jaya, this girl from Delhi came to Amitabh's heart, wait in DTC bus
  • Home
  • Entertainment
  • Bollywood
  • જયા બચ્ચન નહીં પણ આ યુવતીને અમિતાભ કરતા હતા પ્રેમ, બસ સ્ટેન્ડ ગોઠવાઈને જોતા હતા રાહ

જયા બચ્ચન નહીં પણ આ યુવતીને અમિતાભ કરતા હતા પ્રેમ, બસ સ્ટેન્ડ ગોઠવાઈને જોતા હતા રાહ

 | 4:36 pm IST

બોલિવૂડ દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનની જીંદગીના હાલ કેટલાક રાઝ ખુલી રહ્યા છે. પ્રખ્યાત ટીવી ક્વિઝ શો કોન બનેગા કરોડપતિ (Kaun Banega Crorepati) શોને હોસ્ટ કરતા દરમિયાન કંટેસ્ટેંટથી વાતચીતમાં તેમણે તેમની લાઇફના ઘણી વાતો યાદ આવી જાય છે. અમિતાભે બુધવારના એપિસોડમાં એક ખૂબ મજેદાર વાક્ય સંભળાવ્યું. જ્યારે તેમને દિલ્હીમાં અભ્યાસ દરમિયાન ડીટીસીની બસમાં એક છોકરી ગમી ગઇ હતી.

આ વાક્ય અમિતભે એક સવાલના જવાબમાં યાદ આવ્યું. તેમણે ગોસ્વામી તુલસીદાસની ચોપાઇ રઘુકુલ રીતિ સદા ચલી આઇ પ્રાઇ જાએ પર…ન જાયે, યહા,,, કે જગ્યા પર કયો શબ્દ આવશે તેનો સાચો જવાબ હતો વચન.

ડીટીસીની બસમાં બન્ને એકબીજાની જોતા હતા રાહ

આ ચોપાઇથી જોડાયેલી અમિતાભની એક ચોંકાવનારી યાદ જોડાયેલી હતી. ખરેખરમાં અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) દિલ્હી વિશ્વવિદ્યાલયના કિરોડીમલ કોલેજમાં ભણતા હતા. આ દરમિયાન તે ડીટીસીની બસથી અવર જવર કરતા હતા. તે દરમિયાન બસમાં રોજ એક છોકરી મળતી હતી.

અમિતાભ અનુસાર ડીટીસીની બસમાં ત્યારે કનૉટ પ્લેસમાં આવવાની રાહ તે આતુરતાથી જોતા હતા. કારણકે ત્યાંથી ઘણી સુંદર છોકરીઓ અને મહિલાઓ બસમાં ચઢતી હતી. જ્યાં બીજી કોલેજ જેવી મિરાંડા હાઉસ સહિતની ઘણી છોકરીઓ બસમાં સવાર થતી હતી. તે દરમિયાન એક છોકરી અમિતાભ બચ્ચનને ગમવા લાગી હતી.

છોકરીએ પ્રપોઝ કર્યું

અમિતાભ અનુસાર તે દિવસોમાં છોકરીથી તે બિન્દાસ્ત વાત કરી શકતા ન હતા. પરંતુ ઘણા વર્ષો બાદ જ્યારે એક વખત અચાનક તે છોકરીથી મુલાકાત થઇ તો તેમણે પોતાના દીલની વાત કહી.

ખરેખકમાં ત્યારે તે છોકરીનો અન્ય એક મિત્ર હતો પ્રાણ. તે લોકો ઘણી વખત બસમાં જોડે મુસાફરી કરતા હતા. પરંતુ છોકરીઓની મનોદશા હંમેશા એવી રહી કે પ્રાણ જાએ પર બચન ન જાએ. અમિતાભ મુજબ છોકરીએ પોતેએ પણ આ વાત વ્યક્ત કરી હતી કે તે પણ બસમાં અમિતાભને લઇને લાગણીઓ હતી. એટલું જ નહીં અમિતાભ માટે તે પ્રાણને છોડવા પણ તૈયાર હતી.

આ પણ જુઓ : વડોદરામાં મોટર વ્હીકલ એક્ટ સુધારાને લઈ દોડધામ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન