Entertainment big boss 12 changes time
  • Home
  • Entertainment
  • Bollywood
  • બિગ બોસ 12માં થયો મોટો આ બદલાવ, તમે પણ જાણી લો શુ છે કારણ

બિગ બોસ 12માં થયો મોટો આ બદલાવ, તમે પણ જાણી લો શુ છે કારણ

 | 8:21 am IST

સલમાન ખાનનો પોપ્યુલર શો બિગ બોસ 12ને શરૂ થવામાં હવે થોડાક દિવસ જ બાકી રહી ગયા છે. ગોવામાં તેની ભવ્ય લોન્ચિંગ કરવામાં આવી છે. જોકે આ વખતે ઘણા બદલાવ કરવામાં આવ્યા છે. પરંતુ એક મહત્વનો બદલાવ દરેક બિગબોગ જોનારા લોકો માટે જાણવું જરૂરી છે.

આ બદલાવમાં હવે વિકેન્ડમાં બિગ બોસ રાત્રે 9 વાગ્યે આવશે. જ્યારે પહેલા તે રાત્રે 10.30 વાગ્યે આવતું હતું. કલર્સ ચેનલના સીઇઓ રાજ નાયકે આ અંગે જાણકારી આપી છે. તેમણે ટ્વીટમાં લખ્યું છે કે ઇન્ડિયાના સૌથી મોટા રિઆલીટી શો બિગ બોસની આ સીઝન રાત્રે 9 વાગ્યે ટેલીકાસ્ટ થશે.

બિગ બોસ આગામી સીઝમાં 6 જોડી ભાગ લઇ રહી છે. જે એક ઘરમાં 100 દિવસ સુધી ઘણા કેમેરાની દેખરખમાં રહેશે. સલમાને કહ્યું શોમાં મજેદાર જોડી આવશે અને તેનાથી મજેદાર અમારી ક્રિએટીવ ટીમના લોકો છે. જે કોશિશ કરશે કે જોડીને અલગ કરે. જેથી જોડી કેટલી પણ યોજના બનાવે કે ગમે તે વાતો કરે. તેમની પાસે દરેક સમયે માઇક્રોફોન પણ રહેશે. દરેક વાત સાંભળી શકાય છે. તેમજ 24 કલાક કેમેરા ચાલે છે. તેની પર દેખરેખ રાખનારા લોકો ત્રણ શિફ્ટમાં કામ કરે છે.

બિગબોસ સિઝન 12 16 સપ્ટેમ્બરથી કલર્સ ચેનલ પર ચાલું થશે.