Entertainment Bollywood Film mitro music review
  • Home
  • Entertainment
  • Bollywood
  • ગુજરાતી બેસ ફિલ્મ ‘મિત્રો’નું મ્યુઝિક રિવ્યું, છે ગરબાની રમઝટ અને રોમાન્સ

ગુજરાતી બેસ ફિલ્મ ‘મિત્રો’નું મ્યુઝિક રિવ્યું, છે ગરબાની રમઝટ અને રોમાન્સ

 | 12:29 pm IST

ગુજરાતી બેસ મિત્રોં ફિલ્મ બૉલિવૂડ ફિલ્મ હોવા છતાં ગુજરાતને રિપ્રેઝેન્ટ કરી રહી છે તે જ રીતે આ ફિલ્મનું મ્યુઝિક પણ ગુજરાતી અંદાજમાં સાંભળવા મળી રહ્યું છે. મિત્રોંમાં એક પરફેક્ટ ટ્રેડિશનલ અને મોર્ડન મ્યુઝિકનું કૉમ્બિનેશન કરવામાં આવ્યું છે. જે ખાસ કરીને અત્યારના યંગસ્ટર્સને ખૂબ પસંદ આવી રહ્યું છે.

મિત્રોંનું સોંગ કમ્મરિયા આજકાલ યંગ ઓડિયન્સમાં ખૂબ પોપ્યુલર થઇ રહ્યું છે. કમ્મરિયામાં ગરબાની ધમાલની સાથે મોર્ડન ફંકી ડાન્સ પણ જોવા મળી રહ્યો છે. આ સોંગને લીજો જ્યોર્જે કમ્પોઝ કર્યું છે ત્યારે કમ્મરિયા સોંગને ગુજ્જુ રૉકસ્ટાર દર્શન રાવલે અવાજ આપ્યો છે. તો મુદસ્સર ખાને આ સોંગને કોરિયોગ્રાફ કર્યુ છે. જે ડાન્સિંગ સ્ટેપ્સ ખુબ જ પોપ્યુલર થઈ રહ્યા છે. જોકે ગરબાની સાથે રોકિંગ મ્યુઝિકના આ કોમ્બિનેશનમાં જેકી ભગનાનીના સ્ટેપ પણ જોરદાર છે.

યંગસ્ટર્સમાં મિત્રોંનું પાર્ટી નંબર ધીસ પાર્ટી ઈઝ ઓવર નાઉ પણ કાફી પોપ્યુલર થઈ રહ્યું છે. યો યો હની સિંઘના અવાજમાં રૅપની કમાલ ધમાલ સાથે પાર્ટી બીટ્સ આ સોંગ પણ લોકોનું ફેવરિટ બની રહ્યું છે. જેમા જેકી ભગનાની એન્ડ મિત્રોઝના ડાન્સ સ્ટેપ પણ તમારું મન મોહી લે તેવા છે. જે જોઇને તમને પણ એ સ્ટેપ કરવાની ઇચ્છા થઇ જશે.

ફિલ્મ મિત્રોમાં કૉમેડી છે તો રોમાન્સ પણ જોવા મળશે.. ફિલ્મના અન્ય બે સોંગ્સ સંવરને લગે અને ચલતે ચલતેની ધૂન પણ તમને ગમી જાય તેવી છે. જેમાં સંવરને લગેને અત્યારના લવએબલ કપલ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે.

મિત્રો ચલતે ચલતે નું રિક્ર્એટ વર્ઝન ઘણું જ ઈન્ટ્રેસ્ટિંગ છે. આતિફ અસલમના અવાજમાં આ સોંગ વધારે ખીલી ઉઠ્યું છે. તો જે પ્રમાણે આ સોંગ ફિલ્માવવામાં આવ્યું છે. તેમાં જેકી ભગનાની અને ક્રિતિકા કામરાના રોમાન્સના રંગ વિખેરાઈ રહ્યા છે..

મિત્રોં ફિલ્મમાં ગુજરાતના રંગ બતાવવામાં આવ્યા છે જેમાં કમ્મરિયા સોંગમાં ગરબાની ધમાલ છે તો સાથે જ મિત્રોંનું ન્યૂ સોંગ સનેડો પણ ગુજરાતના અનોખા અંદાજ બતાવતું સોંગ છે. ગુજરાતી ઓડિયન્સને ઈમ્પ્રેસ કરવા માટે કમ્મરિયા અને સનેડોની ધમાલ જ કાફી છે. ફિલ્મ મિત્રોંના મ્યુઝિકમાં રોમાન્સ ,પાર્ટી નંબર, ગરબા સોંગ આ તમામ સોંગ્સ ઓડિયન્સને પસંદ આવે તેવા છે.

ફિલ્મ મિત્રોંમાં જેકી ભગનાની, ક્રિતિકા કામરા, પ્રતિક ગાંધી, શિવમ પારેખ જેવા સ્ટાર્સ અને નિતિન કક્કડ જેવા ટેલેન્ટેડ ડિરેક્ટર પણ શામેલ છે. 14 સપ્ટેમ્બરે મિત્રોં રિલીઝ થવા જઈ રહી છે. ત્યારે ઑડિયન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહી છે.