કરણી સેનાએ આપી ધમકી, પદ્માવતી બતાવાશે તો સિનેમા હોલમાં કરાશે તોડફોડ - Sandesh
  • Home
  • Entertainment
  • કરણી સેનાએ આપી ધમકી, પદ્માવતી બતાવાશે તો સિનેમા હોલમાં કરાશે તોડફોડ

કરણી સેનાએ આપી ધમકી, પદ્માવતી બતાવાશે તો સિનેમા હોલમાં કરાશે તોડફોડ

 | 7:18 pm IST

ફિલ્મ પદ્માવતીને લઇને છેલ્લા ઘણાં દિવસથી કરણીસેના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે મીડિયા રિપોર્ટ્સ મુજબ પદ્માવતીને સેંસર બોર્ડની મંજૂરી મળી ગઇ છે. પરંતુ તેની રિલીઝ પર સંકટ યથાવત છે. રાજપૂત કરણી સેનાએ આરોપ લગાવ્યો છે કે અંડરવર્લ્ડના દબાણમાં આવીને પદ્માવતીને મંજૂરી આપવામાં આવી રહી છે. કરણી સેનાએ ધમકી આપી છે કે જે સિનેમા હોલમાં પદ્માવતી બતાવવામાં આવશે, ત્યાં તોડફોડ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે સેંસર બોર્ડે પદ્માવતીને રિલીઝ કરવાની મંજૂરી આપી દીધી છે. સેંસર બોર્ડે ફિલ્મનું નામ બદલીને ‘પદ્માવત’ કરવાનો આદેશ આપ્યો છે. તે બાદ કરણી સેનાએ નિવેદન આવ્યું છે. રાજપૂત કરણી સેનાના સુખદેવસિંહ ગોગામેદીનું કહેવું છે કે ફિલ્મ રિવ્યુ કરવા માટે બનાવવામાં આવેલી કમિટીએ તેનો વિરોધ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો છે કે અંડરવર્લ્ડના દબાણમાં આવીને સેંસર બોર્ડે આ ફિલ્મની રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે ધમકી આપી છે કે કરણીસેનાના લોકો સિનેમા હોલની બહાર ઉભા રહેશે. જે સિનેમા ઘરમાં પદ્માવતી બતાવવામાં આવશે તેમાં તોડફોડ કરવામાં આવશે.

રાજપૂત કરણી સેના અને બીજા સંગઠનોનો આરોપ છે કે ફિલ્મમાં ખિલજી અને રાણી પદ્માવતી વચ્ચે ડ્રીમ સીક્વેંસ ફિલ્માવવામાં આવ્યું છે. જેની પર આપત્તિ વ્યક્ત કરી છે. રાજપૂત સંગઠનોનો આરોપ છે કે ઘૂમર ડાન્સમાં પણ રાજપૂત સમાજની ખોટી પ્રસ્તુતિ કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે પુરૂષોની સામે રાણીઓ ડાન્સ નહોતી કરતી.