Entertainment bollywood kangna ranaut rucha chaddha movie panga
  • Home
  • Entertainment
  • Bollywood
  • OMG: હવે ઋચા ચડ્ઢા કંગના રનૌત સામે લેશે ‘પંગો’, જાણો કેમ?

OMG: હવે ઋચા ચડ્ઢા કંગના રનૌત સામે લેશે ‘પંગો’, જાણો કેમ?

 | 12:04 pm IST

થોડાક દિવસ પહેલા જ કંગના રનોતની ફિલ્મ ‘પંગા’ની ઘોષણા કરવામાં આવી છે. આ ફિલ્મમાં કંગના રનૌત નેશનલ કબડ્ડી પ્લેયરની ભૂમિકામાં નજરે પડવાની છે. પરંતુ આ ફિલ્મથી જોડાયેલી વધુ એક ખબર સામે આવી રહી છે. અશ્વિની અય્યર તિવારીની આ ફિલ્મમાં એક દિગ્ગજ અભિનેત્રીની એન્ટ્રી થવા જઇ રહી છે.

કંગના રનૌત ખૂબ જ જલદી અશ્વિની અય્યર તિવારીની ફિલ્મ ‘પંગા’ની શૂટિંગ શરૂ કરશે. પરંતુ ફિલ્મથી જોડાયેલી આ ખબરો મુજબ આ ફિલ્મમાં ઋચા ચડ્ઢાને પણ સામેલ કરવામાં આવી છે. હવે તે પણ આ ફિલ્મમાં કંગનાની જેમ કબડ્ડી રમતી જોવા મળશે. અશ્વિનીએ જ્યારે આ ફિલ્મની જાહેરાત કરી હતી, તે સમયથી તે ચર્ચામાં આવી ગઇ હતી. આ ફિલ્મની ઘોષણા એક વીડિયો દ્વારા કરવામાં આવી હતી. જેમા ફિલ્મના કાસ્ટની સાથે તસવીર સામે આવી હતી.

આ ફિલ્મના ટાઇટલનું અનાઉન્સમેન્ટ અશ્વિનીએ એક વીડિયો દ્વારા કર્યું હતું. આ વીડિયોમાં અશ્વિની કહ્યું હતું કે હું રિસ્ક લઇ શકું છું અને મારા પેશનને ફોલો કરી શકું છું. કારણકે તે મારા પક્ષમાં રહે. તમને જણાવી દઇએ કે આ ફિલ્મ એક એવા પરિવારની કહાની છે અમૂક નિયમો તોડીને સપના જોવાની શરૂઆત કરે છે.