એરલાઇન્સના સ્ટાફ સાથે તૈમુરની તસવીર આવી સામે - Sandesh
NIFTY 10,618.65 +59.80  |  SENSEX 34,360.79 +206.94  |  USD 63.3700 +0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • એરલાઇન્સના સ્ટાફ સાથે તૈમુરની તસવીર આવી સામે

એરલાઇન્સના સ્ટાફ સાથે તૈમુરની તસવીર આવી સામે

 | 6:31 pm IST

બોલિવૂ઼ડ અભિનેતા સૈફ અલી ખાન, કરીના કપૂર પુત્ર તૈમુર સાથે આજકાલ યુરોપમાં રજા માણી રહ્યા છે. સૈફ-કરીના દર વર્ષે ન્યુ યરમાં યુરોપ જાય છે. આ પહેલા સ્વિટ્ઝર્લૅન્ડથી તૈમુરની તસવીર સામે આવી હતી. જેમા કરીના અને સૈફ અલી ખાન સાથે તૈમુર બરફની મજા માણી રહ્યો હતો. જ્યાકે એમસ્ટર્ડમમાં તેની વધુ એક ક્યૂટ તસવીર સામે આવી છે.

એક એરલાઇન સ્ટાફ સુષમા સિંહે તેના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર તૈમુર અને સૈફ કરીના સાથે તેની તસવીરો શેર કરી છે. ઉલ્લેખનીય છે કે 20 ડિસેમ્બરે તૈમુર 1 વર્ષના થઇ ગયા છે. તૈમુરની બર્થડે પટૌડી પેલેસમાં સેલિબ્રેટ કરવામાં આવી હતી. બર્થડેમાં કરીના, સૈફ સિવાય કરિશ્મા કપૂર, રણધીર કપૂર, બબીતા, શર્મિલા ટાગોર,અમૃતા અરોરા સામેલ થયા હતા. જોકે ફિલ્મોની વાત કરીએ તો કરીના આગામી વર્ષે ‘વીરે દી વેડિંગ’માં નજરે પડશે. જ્યારે સૈફ ‘કાલાકાંડી’ની રિલીઝ થવાની રાહ જોઇ રહ્યા છે.