Entertainment today singer asha bhosle birthday
  • Home
  • Entertainment
  • Bollywood
  • સ્વર સામ્રાજ્ઞી આશા ભોસલેનો જન્મ દિવસ, 16 વર્ષની ઉંમરે ભાગીને કર્યા હતા લગ્ન

સ્વર સામ્રાજ્ઞી આશા ભોસલેનો જન્મ દિવસ, 16 વર્ષની ઉંમરે ભાગીને કર્યા હતા લગ્ન

 | 10:25 am IST

દેશભરમાં આશા તાઇના નામથી મશહૂર આશા ભોસલે 84 વર્ષના થઇ ગયા છે. આશા ભોંસલે અને કિશોર કુમારની જોડીએ હિન્દી સિનેમામાં ખૂબ જ સુંદર ગીત ગાયા છે. તેમણે પોતાના મધુર કંઠથી કરોડો દિલો પર રાજ કર્યુ છે. આશાજી અત્યાર સુધીમાં 1000થી વધારે ગીત ગાઇ ચૂક્યા છે. તેમણે 20 ભાષામાં લગભગ 14000 ગીતોમાં પોતાનો મધુર અવાજ આપ્યો છે.

આશા ભોસલેએ માત્ર 10 વર્ષની ઉંમરથી જ ગાવાનું શરૂ કર દીધુ હતું. આશાજીનાં પિતા દિનાનાથ મંગેશકર પ્રખ્યાત થિએટર અભિનેતા અને ક્લાસિકલ ડાન્સર હતાં. જ્યારે આશાજી 9 વર્ષનાં હતાં ત્યારે તેમના પિતાનું અવસાન થઇ ગયુ હતું. આ કારણે તેમણે પોતાની મોટી બહેન લતા મંગેશકર સાથે મળીને સિંગિંગ અને અભિનય કરવાનું શરૂ કરી દીધુ હતું. બંન્ને બહેનો સાથે મળીને ઘરનો ખર્ચો ઉઠાવતી હતી.

લતા મંગેશકર તે સમયે ખૂબ ફેમસ થઇ ગયા હતા. તેમણે તેમના પર્સનલ સેક્રટરી ગણપતરાવ ભોંસલેને રાખ્યા હતા. જે તેમનું દરેક કામ પર ધ્યાન રાખતા. ગણપતરાવથી આશા ભોંસલેને પ્રેમ થઇ ગયો હતો. પરંતુ આ લગ્ન માટે પરિવારના લોકો તૈયાર ન હતા. બન્નેએ ઘરેથી ભાગીને લગ્ન કરવાનો નિર્ણય કર્યો. તે સમયે આશા ભોંસલેની ઉંમર 16 વર્ષની હતી, જ્યારે ગણપત રાવની ઉંમર 31 વર્ષ હતી.

આશા ભોસલે અને ગણપત રાવ બન્નેએ પોતાની પસંદથી લગ્ન કર્યા હતા. પરંતુ આ લગ્ન લાંબો સમય સુધી ટકી શક્યા નહીં. એક ઇન્ટરવ્યુંમાં આશા ભોંસલેએ જણાવ્યું હતું કે ગણપતરાવના પરિવારે તેમનો સ્વીકાર કર્યો ન હતો. તેમની સાથે મારપીટની કોશિશ કરવામાં આવતી હતી. આખરે ગણપત રાવે એક દિવસ આશાભોંસલેને ઘરથી નીકાળી દીઘા હતા, તે સમયે તે પ્રેગનેન્ટ હતા. ઘરેથી નીકાળી દીધા પછી તે તેમના બે બાળકો હેમંત અને વર્ષાની સાથે પિયર આવી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન