Entertainment Dimple Kapadia hospitalized Said To Health Rumours: 'I'm Alive And Kicking
  • Home
  • Entertainment
  • Bollywood
  • શુ ડિમ્પલ કપાડિયાને હોસ્પિટલમાં કરાયા દાખલ, ખૂદ પોતાના સ્વાસ્થ્યને લઇને કર્યો મોટો ખુલાસો

શુ ડિમ્પલ કપાડિયાને હોસ્પિટલમાં કરાયા દાખલ, ખૂદ પોતાના સ્વાસ્થ્યને લઇને કર્યો મોટો ખુલાસો

 | 11:30 am IST

અભિનેત્રી ડિમ્પલ કપાડિયાની માતા બેટ્ટી કપાડિયાને મુંબઇના ખાર વિસ્તારમાં સ્થિત હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. સુત્રોએ જાણકારી આપી છે કે તેમણે 14 નવેમ્બરે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે આઇસીયુમાં છે.

અભિનેતા અક્ષય કુમારને મુંબઇના હિંદુજા હોસ્પિટલની બહાર સ્પોટ કરવામાં આવ્યા હતા જે બાદ એવી ખબર આવી હતી કે ડિમ્પલ કપાડિયાની તબિયત ખરાબ છે અક્ષય બાદ ટ્વિંકલ ખન્ના પણ હોસ્પિટલ પહોંચી હતી. આ મામલા પર ડિમ્પલ કપાડિયાએ નિવેદન આપ્યું છે. એક રિપોર્ટ અનુસાર ડિમ્પલ કપાડિયાએ તેના સ્વાસ્થ્યને લઇને આવી રહેલી ખબરો પર કહ્યું કે, – હું જીવું છુ અને સ્વસ્થ છું. મારી મમ્મી હોસ્પિટલમાં દાખલ છે હવે તેમની તબિયત સારી છે.

જણાવી દઇએ કે ડિમ્પલ કપાડિયા હિન્દી સિનેમાની સુપરહિટ અભિનેત્રીઓમાંથી એક છે. તેણે તેની ફિલ્મી કરિયરની શરૂઆત અભિનેતા ઋષિ કપૂરની સાથે ફિલ્મ બોબીથી કરી હતી. તે બાદ તેમણે બોલિવૂડમાં અભિનયથી લાખો દિલ જીત્યા.

હાલ ડિમ્પલ કપાડિયા હોલિવૂડ ફિલ્મ ટેનટને લઇને ચર્ચામાં છે. આ ફિલ્મવનું નિર્દેશન ક્રિસ્ટોફર નોલન કરી રહ્યા છે. થોડાક દિવસ પહેલા આ ફિલ્મની શુટિંગ દરમિયાન ડિમ્પલ કપાડિયાને મુંબઇ ગેટ વે ઓફ ઇન્ડિયા પર સ્પોટ કરવામાં આવી હતી. થ્રિલર ડ્રામાથી ભરપૂર આ ફિલ્મ ટેનટ આગામી વર્ષ જુલાઇમાં રિલીઝ થવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન