દિવ્યાંકા ત્રિપાઠી પણ થઇ હતી કાસ્ટિંગ કાઉચનો શિકાર, જાહેરમાં કર્યો ખુલાસો - Sandesh
  • Home
  • Entertainment
  • દિવ્યાંકા ત્રિપાઠી પણ થઇ હતી કાસ્ટિંગ કાઉચનો શિકાર, જાહેરમાં કર્યો ખુલાસો

દિવ્યાંકા ત્રિપાઠી પણ થઇ હતી કાસ્ટિંગ કાઉચનો શિકાર, જાહેરમાં કર્યો ખુલાસો

 | 7:17 pm IST

કાસ્ટિંગ કાઉચ, જાતીય સતામણી જેવા ગંભીર મુદ્દા પર અત્યાર સુધી ઘણા બોલિવૂડ સ્ટાર પોતાના અભિપ્રાય આપી ચૂક્યા છે. કોઇ સેલેબનું કહેવું છે કે આમ થવું લાજમી છે. તો કોઇએ તેનો વિરોધ કર્યો છે. હાલમાં આ મુદ્દા પર ટીવીના હિટ શો યે હે મોહબત્તેની સ્ટાર દિવ્યાંકા ત્રિપાઠીએ તેનો અભિપ્રાય આપ્યો છે. તેનું માનવું છે કે કાસ્ટિંગ કાઉચ અને સેક્શુઅલ હેરેસમેન્ટ જેવી ચીજ થતી રહે છે. પરંતુ તેનાથી બચવા માટે દરેક યુવતીએ તેના માટે સિક્સ સેંસનો પ્રયોગ કરવો જોઇએ. તે લોકો પર જ વિશ્વાસ કરવો જોઇએ જેની પર વિશ્વાસ આવે. મારી સાથે પણ આવું થયું છે.પરંતુ મેં એ લોકોથી દૂરી બનાવી લીધી.

દિવ્યાંકા ટીવી ઇંડસ્ટ્રીમાં 11 વર્ષ પસાર કરી ચૂકી છે. તેની રીયલ ઓળખ સુપરહિટ શો ‘યે હૈ મોહબત્તે’ અપાવી છે. આ શોમાં તેની મુલાકાત તેના જીવન સાથીથી થઇ અને તેની સાથે રિત રીવાજથી લગ્ન કર્યા. બોલિવૂડ સ્ટારના મુકાબલામાં ટીવી સ્ટાર્સ પણ લોકોની વચ્ચે ફેમસ છે અને કમાણીના મામલામાં પણ તે બી ટાઉન સેલેબ્સથી પાછળ નથી. અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી દહિયા સોશિયલ મીડિયા પર તો ટીવીની સૌથી જાણીતી અભિનેત્રી બની ચૂકી છે. જેની સાથે દિવ્યાંકા ટીવીની કરન્ટ અભિનેત્રીમાં સૌથી વધારે કમાણી કરનારી અભિનેત્રી છે. દિવ્યાંકા એક એપિસોડના 80000 થી 1 લાખ રૂપિયા સુધી લે છે.

ઉલ્લેખનીય છે કે ગત થોડાક દિવસ પહેલા દિવ્યાંકાની મોતની ખોટી ખબર આવી હતી. જે બાદ તેની મોતની અફવા પર એક ન્યુઝ વેબસાઇટથી વાત કરતાં દિવ્યાંકાએ કહ્યું હતુ કે લોકો આ પ્રકારની ખોટી અફવા પર વિશ્વાસ ન કરે.