Entertainment Film Mitro one more song release today
  • Home
  • Entertainment
  • Bollywood
  • ગુજરાતી બેસ ‘મિત્રો’ ફિલ્મમાં દર્શન રાવલનું વધુ એક સોંગ આજે થશે રિલીઝ

ગુજરાતી બેસ ‘મિત્રો’ ફિલ્મમાં દર્શન રાવલનું વધુ એક સોંગ આજે થશે રિલીઝ

 | 1:23 pm IST

જેકી ભગનાની અને ક્રિતિકા કામરાની અપકમિંગ ફિલ્મ ‘મિત્રો’ 14 સપ્ટેમ્બર 2018નાં રોજ રીલીઝ થવાની છે. આ ફિલ્મમાં ગુજરાતીઓની પારંપરિક છાપ કરતા કંઇક અલગ અને નવું જોવા મળશે. ફિલ્મનું કેટલુંક શૂટિંગ અમદાવાદમાં થયું છે. આ એક હિન્દી ફિલ્મ ગુજરાતી બેસ છે.

મિત્રો ફિલ્મમાં થોડાક દિવસ અગાઉ તેનું ‘પેથલપુર’માં ગુજરાતી બેસ સોન્ગ રિલીઝ કરવામાં આવ્યું હતું. જેનું કેટલુંક શૂટિંગ અમદાવાદમાં કરવામાં આવ્યું છે. આ સોન્ગ ખાસ કરીને ગુજરાતમાં નવરાત્રીમાં ખૂબ વગાડવામાં આવે છે. તો આજે તેનું અન્ય એક ગુજરાતી સોન્ગ સનેડો રિલીઝ થવાનું છે.

આ ફિલ્મમાં ગુજરાતી એક્ટર પ્રતિક ગાંધી અને શિવમ પારેખ મહત્વનાં રોલમાં જોવા મળવાનો છે. ફિલ્મમાં પ્રતિક ગાંધી જેકી ભગવાનીનો મિત્ર દર્શાવવામાં આવ્યો છે. ફિલ્મમાં જેકી ભગનાની, ક્રિતિકા કામરા, પ્રતિક ગાંધી, શિવમ પારેખ અને નીરજ સૂદ જેવા કલાકારો જોવા મળવાનાં છે. ફિલ્મનું નિર્દેશન ફિલ્મિસ્તાન’ન નામની ફિલ્મ ડિરેક્ટ કરનારા નિતિન કક્કરે કર્યું છે.

આ ફિલ્મ દ્વારા ગુજરાતી ફિલ્મ અને નાટક જગતનાં ઉમદા એક્ટર પ્રતીક ગાંધીએ જણાવ્યું કે, આ ફિલ્મમાં અન્ય હિન્દી ફિલ્મો કરતા ફ્રેશ અને પારંપરિક ગુજરાતી હટીને કંઇક અલગ બતાવવામાં આવ્યું છે. ફિલ્મમાં પોતાના કેરેક્ટર વિશે વાત કરતા પ્રતીક ગાંધી કહે છે કે, મારું પાત્ર એ પ્રકારનું છે કે તે આપણા ત્યાંનાં (ગુજરાતનાં) યુવાનોને, બકાઓને પસંદ પડશે. મારા કેરેક્ટરમાં અમદાવાદનો મિજાજ છે.