ફિલ્મ 'પદ્માવતી'ના નામ બદલવા પર Twitter પર ઉડી મજાક - Sandesh
NIFTY 10,786.95 +19.30  |  SENSEX 35,483.47 +39.80  |  USD 67.4175 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • ફિલ્મ ‘પદ્માવતી’ના નામ બદલવા પર Twitter પર ઉડી મજાક

ફિલ્મ ‘પદ્માવતી’ના નામ બદલવા પર Twitter પર ઉડી મજાક

 | 11:45 am IST

ગત કેટલાક સમયથી વિવાદોમાં રહેલી ફિલ્મ પદ્માવતી માટે આ વર્ષ ભલે સારું ન રહ્યું હોય. પરંતુ ફિલ્મને સેંસર બોર્ડે યુએ સર્ટિફિકેટ આપી દીધુ છે. જોકે તેની સાથે સેસંર બોર્ડે ફિલ્મ મેકર સંજય લીલા ભંસાલીને ફિલ્મનું નામ બદલવાની સલાહ આપતા તેને ‘પદ્માવતી’ થી ‘પદ્માવત’ કરવા કહ્યું છે. તે સિવાય સેંસર બોર્ડે ફિલ્મના ગીત ‘ઘૂમર’માં પણ બદલાવ કરવા કહ્યું છે. સેસંર બોર્ડ દ્વારા ફિલ્મનું નામ બદલીને ‘પદ્માવત’ કરવાની સલાહ આપ્યા બાદથી ટ્વિટર પર ‘I’ જોક્સ બનાવવામાં આવી રહ્યા છે.

ફિલ્મનું નામ ‘પદ્માવતી’ છે અને તેને બદલીને સન 1540માં લખવામાં આવેલ કાવ્ય ‘પદ્માવત’ના નામ પર રાખવા માટે કહ્યું છે. જેના કારણે ટ્વિટર પર લોકો દ્વારા મજાક કરવામાં આવી રહી છે.

લોકોએ ટ્વિટર પર ‘I’ ને હટાવીને શબ્દ લખવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે દીપિકા પાદુકોણ રાણી પદ્માવતીની ભૂમિકામાં છે. જ્યારે શાહિદ કપૂર ફિલ્મમાં મહારાજા રાવલ રતન સિંહની ભૂમિકા નીભાવની રહ્યા છે અને રણવીર સિંહ ફિલ્મમાં અલાઉદ્દીન ખિલજીનું પાત્ર ભજવી રહ્યા છે. ફિલ્મના વિરોધને લઇને અગાઉ દીપિકા પાદુકોઇ અને સંજય લીલા ભણસાલીને જાનથી મારી નાખવાની ધમકી પણ મળી હતી.