ઇન્ડો- હોલીવુડ ફિલ્મમાં હિના ખાનની એન્ટ્રી, તીરંદાજી કરતા HOT તસવીરો થઇ વાયરલ
અભિનેત્રી હિના ખાનના સ્ટાર ખૂબ ચમકી રહ્યા છે. ટીવીની દુનિયામાં જલવો બતાવતી હિના ‘ધ લાસ્ટ વિશ’, લાઇન્સ જેવી ફિલ્મોમાં નજરે પડવાની છે. આ વચ્ચે હિનાએ તેના એક નવા પ્રોજેક્ટની જાહેરાત કરી છે. સુંદર અભિનેત્રી પ્રથમ વખત ઇન્ડો હોલિવૂડ ફિલ્મ કંટ્રી ઓફ બ્લાઇન્ડમાં નજરે પડશે.
આ જાણકારી હિનાએ હાલમાં ફિલ્મના ફર્સ્ટ લુકને શેર કરતા આપી છે. શરે કરેલી આ તસવીરોમાં હિના આ આઉટફિટમાં સ્ટનિંગ દેખાઇ રહી છે. આ તસવીરોમાં હિના તીરંદાજી કરતી દેખાઇ રહી છે. હિનાની આ તસવીરો ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. ફિલ્મની વાત કરીએ તો હિના તેમા દિવ્યાંગ છોકરીની ભૂમિકા ભજવી રહી છે. જણાવી દઇએ કે ટીવીની આદર્શ અને સુશીલ વહૂ એટલે હિના તેના લુક્સ અને ફેશન સેન્સને કારણે હંમેસા ચર્ચામાં રહે છે. એરપોર્ટ હોય કે રેડ કાર્પેટ હિના તેની અદાઓથી લોકોને ઇમ્પ્રેસ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન