Entertainment IIFA: Swara upset over high heels on green carpet, took off sandals and posed
  • Home
  • Featured
  • IIFA: ગ્રીન કારપેટ પર હાઇ હીલ્સથી પરેશાન થઇ સ્વરા, સેન્ડલ ઉતારીને આપ્યો પોઝ

IIFA: ગ્રીન કારપેટ પર હાઇ હીલ્સથી પરેશાન થઇ સ્વરા, સેન્ડલ ઉતારીને આપ્યો પોઝ

 | 12:06 pm IST


બૉલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કર તેના બેબાક અંદાજ માટે ઓળખવામાં આવે છે. રાજકીય મુદ્દા પર બોલવા પર કે અન્ય વાત પર સ્વરાની દરેક વાતમાં કોન્ફિડેન્સ જોવા મળે છે. ત્યારે આવું કંઇક બુધવારે સાંજે જોવા મળ્યું. સ્વરા જ્યારે આઇફા ગ્રીન કારપેટ પર પહોંચી તો તેના હાઇ હીલ્સથી પરેશના થઇ રહી હતી. જેથી તેને પાપારાઝીને પોઝ આપતા પહેલા કઇ વિચાર્યા વગર તેની હીલ્સ ઉતારી, પછી મીડિયાની સામે સ્માઇલ આપતા પોઝ આપ્યો.

સ્વરાનો આ અંદાજ ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે. હાઇ હીલ્સથી પરેશાન સ્વરા ભાસ્કરના ચહેરા પર એક્સપ્રેશન જોવા લાયક હતા. વાયરલ તસવીરમાં સ્વરાએ એક હાથમાં હીલ્સ લઇ અને બીજા પગમાંથી હીલ્સ ઉતારતી જોવા મળી રહી છે. તેને મિનિમલ મેકઅપ કર્યો હતો. સ્વરાનો કેટ આઇ મેકઅપ તેના લુકને હાઇલાઇટ કરી રહ્યો હતો. અભિનેત્રીએ ઇન્સ્ટા પર તસવીર શેર કરી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા સ્વરા ભાસ્કર મુંબઇમાં લાલબાગના રાજાના દર્શન કરવા પહોંચી ત્યારે ખુલ્લા પગે તેને પરત ફરવું પડ્યું હતું. જ્યાં તેના ચંપલ ચોરી થઇ ગઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન