Entertainment Nick Jonas is missing wife Priyanka Chopra
  • Home
  • Entertainment
  • Bollywood
  • પતિ નિક જોનાસે પ્રિયંકાની યાદમાં કરી નાખ્યું એવું કામ કે…!!

પતિ નિક જોનાસે પ્રિયંકાની યાદમાં કરી નાખ્યું એવું કામ કે…!!

 | 12:10 pm IST

નિક જોનાસ અને પ્રિયંતા ચોપરા હાલ વિશ્વની ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં સૌથી પાવરફુલ કપલ તરીકે ચર્ચામાં છે. હાલમાં પ્રિયંકા ચોપરા તેની આગામી ફિલ્મ ‘ધ સ્કાય ઇજ પિંક’ને લઇને ઇન્ડિયામાં પરત આવી છે. આ વખતે પ્રિયંકા એકલી જ ભારત આવી છે. કદાચ નિક તેના કામમાં વ્યસ્ત છે. પરંતુ એવું લાગી રહ્યું છે કે નિક પ્રયિંકાથી દૂર રહી શકતો નથી.

કારણકે નિકે એક તસવીર શેર કરીને વ્યક્ત કર્યું છે કે તે પ્રિયંકાને કેટલું યાદ કરી રહ્યો છે. મોડી રાતે નિકે તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક એવી તસવીર શેર કરી છે જેને જોઇને તમે પણ ખરેખર પ્રિયંકાનું દિલ પણ પીગળી જાય અને તે કામ છોડીને પરત નિક જોડે જાયય.

આ તસવીરની વાત કરીએ તો નિકે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આ રોમેન્ટિક તસવીર શેર કરી છે. આ તસવીરમાં નિક અને પ્રિયંકા ગાર્ડનમાં નજરે પડી રહ્યા છે. તેને ફોટોના કેપ્શનમાં લખ્યું છે કે, “Missing you @priyankachopra” જેની સાથે નિકે એક દિલ વાળું ઇમોજી પણ મૂક્યું છે.

જણાવી દઇએ કે નિક જોનાસ હાલ હેપ્પીનેસ બિગિન્સ માટે એક કોન્સર્ટમાં છે. જોનાસ બ્રધર્સ આલ્બમ માટે એક વખત ફરીથી સાથે આવશે અને ભાઇઓની ટૂકડી તેને પ્રમોટ કરી રહી છે. તેની સાથે જ તે તેમની ડોક્યુમેન્ટ્રી ચેન્જિંગ હેપ્પીનેસની શૂટિંગ પણ કરી રહ્યા છે.

જણાવી દઇએ કે પ્રિયંક ચોપરા જલદી જ બોલીવુડની ફિલ્મ ‘ધ સ્કાઇ ઇજ પિંક’માં એક દમદાર પાત્રમાં નજરે પડવાની છે. ફિલ્મમાં તેની સાથે ફરહાન અખ્તર અને જાયરા વસીમ પણ મહત્વના રોલમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન