Entertainment nusrat-jahan-talks-about-tablighi-jamaat-markaz-controversy-amidst-corona-virus-epidemic-
  • Home
  • Entertainment
  • Bollywood
  • મરકજ મામલે આ અભિનેત્રીનું નિવેદન આવ્યું સામે, કહ્યું – બીમારી ધર્મ જોઇને…

મરકજ મામલે આ અભિનેત્રીનું નિવેદન આવ્યું સામે, કહ્યું – બીમારી ધર્મ જોઇને…

 | 7:36 am IST

ઘણા લોકો દિલ્હીના નિઝામુદ્દીન સ્થિત તબલીગી જમાતના મરકજ અંગે જાણી લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. નવાઝુદ્દીન સિદ્દીકી અને ફરાહ ખાન જેવા કલાકારો બાદ હવે આ કેસમાં અભિનેત્રી અને સાંસદ નુસરત જહાંનું નિવેદન પણ સામે આવ્યું છે. નુસરતે મરકજની બેદરકારી અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. નુસરતે કહ્યું કે દેશમાં ઘણા ધર્મ છે, કોઈ પણ કોઇ કાર્યક્રમમાં ભાગ નથી લઇ રહ્યાય. મરકજના મામલાએ આપણાને ઘણા પાછળ લાવીને ઉભા કરી દીધા છે.

તાજેતરમાં જ, મરકજના મૌલાના સાદની એક ઓડિયો ટેપ વાયરલ થઈ છે, જેમાં સાદ લોકોને સલાહ આપી રહ્યો છે કે લોકોને કોરોના વાયરસના ડરથી મસ્જિદો ન છોડવી જોઈએ. આ અંગે વાત કરતાં નુસરતે કહ્યું કે હું હાથ જોડીને કહીશ કે આપણે આજે જે સમયગાળામાંથી પસાર થઈ રહ્યા છીએ, આપણે રાજકીય, ધાર્મિક અને જાતિ સંબંધિત વાતો બંધ કરી દેવી જોઇએ.

તેણે વધુમાં કહ્યું કે તમે તમારા ઘરમાં રહો, ક્વોરેન્ટાઇનમાં રહો અફવાઓ ન ફેલાવો તો સારું રહશે. ધર્મ બાદમાં આવે છે પરંતુ સતર્ક રહેવું પહેલી પ્રાથમિકતા હોવી જોઇએ કારણકે કોઇપણ બીમારી ધર્મ, ઉંચ-નીચ જોઇને એટેક નથી કરતી. આ આપણા માટે ખૂબ સંવેદનશીલ સમય છે અને તમે કોઇપણ ધર્મના હોય તમારે આ ખતરનાક વાયરસને સમજવો જોઇએ.

ઉલ્લેખનીય છે કે આ મામલે પ્રખ્યાત અભિનેતા નવાજુદ્દીન સિદ્દીકીએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું હતું કે તેનાથી કોઇ ફરક પડતો નતી કે તમે કયા ધર્મથી સંબંધ રાખો. સરકાર દ્રારા લાગૂ કરવામાં આવેલા લોકડાઉનનું ઉલ્લંઘન કરી તમે ન માત્ર પોતાની લાઇફ ખતરામાં નાખી રહ્યા છો પરંતુ તમે અન્યની જીંદગીને પણ ખતરામાં નાખી રહ્યા છો.

આ પણ જુઓ : સુરેન્દ્રનગરમાં ગરીબ લોકો સાથે સરકારની મજાક

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન