Entertainment PM Modi did Varun Dhawan and Coolie no. 1 team praised, the reason is special
  • Home
  • Entertainment
  • Bollywood
  • PM મોદીએ વરુણ ધવનના કર્યા બે મોઢે વખાણ, કારણ છે એકદમ ખાસ

PM મોદીએ વરુણ ધવનના કર્યા બે મોઢે વખાણ, કારણ છે એકદમ ખાસ

 | 11:37 am IST

થોડાક દિવસ પહેલા વરુણ ધવને એક મહત્વની ઘોષણા કરી હતી. તેણે એક તસવીર શેર કરીને જણાવ્યું હતું કે કુલી નંબર 1ની ટીમે નિર્ણય કર્યો છે કે તે સેટ પર પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરે. તેણે જણાવ્યું હતું કે સેટ પર પ્લાસ્ટિકની બોટલ હટાવીને દરેક લોકોને સ્ટીલની બોટલ આપવામાં આવી છે. ટીમના નિર્ણયે વડાપ્રધાનનું પણ ધ્યાન ખેંચ્યું અને તેમણે કુલી નંબર 1ની ટીમના વખાણ કર્યા છે.

વરુણ ધવને એક તસવીર શેર કરી હતી અને લખ્યું હતું, પ્લાસ્ટિક ફ્રી દેશ હોવો સમયની માંગ છે. આ વડાપ્રધાન દ્વારા લેવામાં આવેલું એક સારુ પગલું છે અને આપણે નાના બદલાવ કરીને તેમા યોગદાન આપી શકીએ છીએ.

પીએમ મોદીએ તેને રીટ્વીટ કરતા કુલી નંબર 1ની ટીમના આ નિર્ણયના વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે તેમને ખુશી છે કે દેશને પ્લાસ્ટિક ફ્રી બનાવવામાં ફિલ્મની દુનિયાના લોકો પણ પોતાનું યોગદાન આપી રહ્યા છે.

જણાવી દઇએ કે ડેવિડ ધવન કરિશ્મા કપૂર અને ગોવિંદા સ્ટારર કુલી નંબર 1ની રીમેક બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં વરુણ ધવન અને સારા અલી ખાન નજરે પડશે, હાલમાં ફિલ્મની શુટિંગ શરૂ થઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન