પ્રિયંકાએ છીનવી લીધું દીપિકાનું આ ટાઇટલ - Sandesh
  • Home
  • Entertainment
  • પ્રિયંકાએ છીનવી લીધું દીપિકાનું આ ટાઇટલ

પ્રિયંકાએ છીનવી લીધું દીપિકાનું આ ટાઇટલ

 | 3:22 pm IST

લંડનમાં થયેલા એન્યુઅલ યુકે પોલમાં પ્રિયંકા ચોપડાને સેક્સિએસ્ટ એશિયન વુમન ઓફ ધ યર 2017 રીતે સૌથી વધારે વોટ મળ્યા છે. તેની સાથે આ વર્ષની 50 સેક્સિએસ્ટ એશિયન વુમનની યાદીમાં પ્રિયંકાનું નામ ટોચ પર છે. આ પોલ લંડનના વીકલી ન્યુઝપેપર ઇસ્ટર્ન ઓયએ કંડક્ટ કર્યું હતું. પ્રિયંકાએ આ ટાઇટલ પાંચમી વખતે તેના નામે કર્યું છે.

ગત વખતે 2016માં દીપિકાએ આ અવોર્ડ જીત્યો બતો. પરંતુ એકવાર ફરી આ ટાઇટલ પ્રિયંકાએ તેના નામે કર્યું છે. આ વર્ષે દીપિકા આ યાદીમાં ત્રીજા નંબરે છે.


પ્રિયંકાએ તેની આ જીત પર કહ્યુ છે કે આ જીતનો શ્રેય તે પોતાને નહી આપી શકે છે. આ જીતનો શ્રેય મારા જેનેટિક્સ અને ઓપ્ટિક્સને આપીશ. હું તમારી આભારી છું. પ્રિયંકા તેના બોલિવુડ અને હોલીવુડ પ્રોજેક્ટ્સની સાથે હવે આંતરરાષ્ટ્રીય લેવલ પર પણ પોપ્યુલર થઇ ગઇ છે. દેશમાં જ નહી વિદેશમાં પણ તેને ઘણા ફેન્સ અને ફોલોવર્સ છે.