ન્યુયોર્કમાં પ્રિયંકા ચોપડાએ ફ્રેન્ડ્સ સાથે માણી પ્રી-ક્રિસમસ પાર્ટી, જોઇ લો Pics - Sandesh
NIFTY 10,741.10 -30.95  |  SENSEX 35,432.39 +-114.94  |  USD 67.9800 -0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • ન્યુયોર્કમાં પ્રિયંકા ચોપડાએ ફ્રેન્ડ્સ સાથે માણી પ્રી-ક્રિસમસ પાર્ટી, જોઇ લો Pics

ન્યુયોર્કમાં પ્રિયંકા ચોપડાએ ફ્રેન્ડ્સ સાથે માણી પ્રી-ક્રિસમસ પાર્ટી, જોઇ લો Pics

 | 6:35 pm IST

બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડા તેના ટીવી શો ક્લાંટિકો-3ની શૂટિંગમાં વ્યસ્ત છે. પરંતુ વાત જ્યારે મસ્તી અને સેલીબ્રેશનની હોય તો તે હંમેશા તૈયાર હોય છે. ક્રિસમસમાં હાલ ઘણો સમય છે. પરંતુ પિગી ચોપ્સનું ક્રિસમસ સેલિફ્રેશન શરૂ થઇ ગયું છે. પ્રિયંકાએ તેની તસવીરો ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. તસવીરોમાં પ્રિયંકાએ તેના મિત્રો સાથે ઘણી મસ્તી કરતા જોવા મળી રહી છે. તેમજ ક્રિસમિસ ટ્રી સાથે પ્રિયંકા તેના મિત્રો સાથે તસવીર ક્લિક કરતા નજરે પડી રહી છે.

And that’s the tree.. @jazmasri @maneeshkgoyal @andreabosca ❤️🥂🎉🙏🏼🤪🌸

A post shared by Priyanka Chopra (@priyankachopra) on


પ્રોફેશનલ ફ્રન્ટની વાત કરીએ તો પ્રિયંકાના હાથમાં ક્વાંટિકો-3 સિવાય અન્ય બે પ્રોજેક્ટ છે. જેમા ‘એ કિડ લાઇક જેક’ અને ‘ઇજ્નટ ઇટ રોમેન્ટિક’? સામેલ છે. તેના હોલીવુડ પ્રોજેક્ટના કારણથી તેનો વધારે સમય વિદેશમાં વીતાવે છે.

Friends like family. This was so much fun to do with you again this year @jazmasri ❤️

A post shared by Priyanka Chopra (@priyankachopra) on


રિપોર્ટ અનુસાર તેના હાથમાં હાલ કોઇ પણ બોલિવુડ ફિલ્મ નથી. પ્રિયંકાએ તેની એક પ્રોડક્શન કંપની પણ ઓપન કરી છે. જેના બેનર હેઠળ મરાઠી ફિલ્મ વેંટિલેટરને પ્રોડ્યુસ કરવામાં આવી છે.હાલમાં વેરાયટી મેગઝીને દુનિયાના 500 પ્રભાવશાળી બિઝનેસ લીડર્સની યાદી રજૂ કરી હતી. જેમા ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપડાનું નામ પણ સામેલ છે.