સાવધાન કરીના ! રાખીને મળી ગયો સૈફ, જલદી જ કરશે લગ્ન - Sandesh
  • Home
  • Entertainment
  • સાવધાન કરીના ! રાખીને મળી ગયો સૈફ, જલદી જ કરશે લગ્ન

સાવધાન કરીના ! રાખીને મળી ગયો સૈફ, જલદી જ કરશે લગ્ન

 | 9:10 pm IST

બોલિવૂડ અભિનેત્રી રાખી સાવંત તેના કામને લઇને ઓછુ પરંતુ તેના વિવાદીત નિવેદનને લઇને ઘણી ચર્ચામાં રહે છે. તે પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણી એક્ટિવ જોવા મળે છે. રાખી દિન-પ્રતિદિન પોતાની બોલ્ડ તસવીર અને વીડિયો પોસ્ટ કરતી રહે છે. રાખી સાવંતે તાજેતરમાંજ તેના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં રાખી તેના લગ્નની ઘોષણા કરી રહી છે. આ વીડિયોમાં રાખી કહે છે કે હું છુ રાખી સાવંત અને તમે જોઇ શકો છો. તે બાદ કહે છે કે કરીના કેમ છે. જુઓ આપણાં હિન્દુસ્તાનમાં સૈફ અલી ખાન તો છે. પરંતુ તે ઇન્ડિયન સૈફ અલી ખાન છે.પરંતુ મેં અમેરિકામાં અમેરિકન સૈફ અલી ખાન શોધી લીધો છે. જેના વાળ પણ સૈફ અલી ખાન જેવા જ છે અને રાખી વીડિયોમાં કહે છે કે તેને વરરાજા મળી ગયા છે. રાખીએ તેના આ નવા વીડિયોમાં રાખીએ ખુલાસો કર્યો છે કે તે સૈફ અલી ખાન સાથે લગ્ન કરી શકે છે.


ઉલ્લેખનીય છે કે રાખી સાવંત બોલિવૂ઼ડ અભિનેત્રી કરીના કપૂર ખાનના નવાબ સૈફ અલી ખાનની વાત નથી કરી રહી. પરંતુ તેણે તેના માટે એક વિદેશી સૈફ અલી ખાન શોધી કાઢ્યો છે. જોકે લંડનમાં રાખી એક એવા વ્યક્તિને મળી છે જેનો ચહેરો બોલીવુડ અભિનેતા નવાબ સૈફ અલી ખાનની મળતો આવે છે. જેને લઇને રાખીએ કહ્યું છે કે મેં મારા માટે સૈફ અલી ખાન શોધી કાઢ્યો છે અને ટૂંક સમયમાંજ તેની સાથે લગ્ન પણ કરી શકું છું.