રાણા દગ્ગુબાતીના લગ્નની સુંદર તસવીરો આવી સામે, દુલ્હનનું લુક જોઇ આંખો અંજાઇ જશે – Pics
August 9, 2020 | 8:40 am IST
બાહુબલી ફેમ એક્ટર રાણા દગ્ગુબતીએ ગત રાતે મિહિકા બજાજ સાથે લગ્નના પવિત્ર બંધનમાં બંધાઇ ગયા છે. આ લગ્નનો ફેન્સ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. બન્નેની લગ્ન પહેલાથી તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ હતી અને હવે બન્નેના લગ્નની તસવીરો સામે આવી છે. જેમાં રાણા અને મિહીકાની જોડી શાનદાર લાગી રહી છે.
આ તસવીરોમાં રાણા તેમની દુલ્હનની સાથે રોયલ લુકમાં નજરે પડી રહી છે. આ લગ્નમાં સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અનેક મોટા ચહેરા જોવા મળ્યા હતા, તસવીરમાં રાણા ધોતી કુર્તામાં નજરે પડી રહ્યા છે. તેમણે ગોલ્ડન કલરનો દુપટ્ટો પહેરેલો છે. મિહિકા પણ સુંદર લાગી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન