Entertainment ranvir deepika airport look pic
  • Home
  • Featured
  • દીપિકા અને રણવીરના એરપોર્ટ પરની તસવીરો થઇ વાયરલ, જુઓ Pics

દીપિકા અને રણવીરના એરપોર્ટ પરની તસવીરો થઇ વાયરલ, જુઓ Pics

 | 11:19 am IST


બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે શુક્રવાર રાતે ઇટલી માટે રવાના થવાની ખબર છે. કહેવામાં આવી રહ્યું છે કે આ જોડી પોતાના લગ્નના રિત-રિવાજો માટે ઇટલી રવાના થયા છે. કાલે રાતે બન્ને મુંબઇના એરપોર્ટ પર સફેદ પોશાકમાં જોવા મળ્યા. દીપિકા અને રણવીર બન્ને સફેદ રંગના આઉટફિટમાં હતા.

રણવીર જાતે તેની સુંદર કારને ડ્રાઇવ કરીને એરપોર્ટ પહોંચ્યો. તે ખૂબ ખુશ લાગી રહ્યો હતો. રણવીરના ચહેરા પર સ્માઇલ જોવા મળી હતી. જોકે રણવીરે આ અંગે મીડિયાથી કોઇ ખાસ વાતચીત કરી નથી. ત્યારે દીપિકા પાદુકોણ પણ સફેદ રંગના કપડામાં જોવા મળી હતી અને તે પણ એરપોર્ટ પહોંચી હતી. બન્નેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.