Entertainment Rishi Kapoor took his hair and shocked them
  • Home
  • Entertainment
  • Bollywood
  • અટકળોનો અંત, ખુદ ઋષિ કપૂરે પોતાના વાળને લઇ કર્યો ચોંકાવનારો ખુલાસો

અટકળોનો અંત, ખુદ ઋષિ કપૂરે પોતાના વાળને લઇ કર્યો ચોંકાવનારો ખુલાસો

 | 1:38 pm IST

અમેરિકામાં ઇલાજ કરાવી રહેલા અભિનેતા ઋષિ કપૂરે તેમના વાળને લઇને ઉડી રહેલી અટકળો પર જવાબ આપ્યો છે. ઋષિ કપૂરે કહ્યું કે મારા વાળ ગ્રે કે સફેદ લાગવા કોઇ બીમારી નહીં પરંતુ મારી એક ફિલ્મના લીધે છે.

ઋષિએ ટ્વીટ કરીને કહ્યું આ એ લોકાના તુક્કાઓને દૂર કરવા માટે છે, જેમા કહેવામાં આવી રહ્યું છે કે મારા વાળ રાતોરાત ગ્રે કે સફેદ થઇ ગયા. મારા વાળ અવાન કોન્ટ્રાક્ટરે ડાઇ કર્યા છે. જે એક ફિલ્મ માટે છે. આ અનામ ફિલ્મને હની ત્રેહાન પ્રોડ્યૂસ કરી રહી છે અને હિતેશ ભાટિયા ડિરેક્ટ કરી રહ્યા છે. આ વાત પર વિશ્વાસ કરો.

ઋષિએ તેના આ પાત્રની એક તસવીર પણ શેર કરી છે અને કહ્યું કે આ ફિલ્મનો ફાઇનવ લુક છે. શર્મા જી, ઓલ ગ્રે, જલગી જ તેમના વાળના વાસ્તવિક રંગમાં પરત આવીશ.

ઉલ્લેખનીય છે કે ઋષિ 29 સપ્ટેમ્બરે ઇલાજ માટે અમેરિકા ગયા હતા. જણાવી દઇએ કે ઋષિ કપૂરે ન્યુયોર્ક જતા પહેલા એક ટ્વીટ કરીને પોતાના સ્વાસ્થ્યને લઇને જાણકારી આપી હતી. તેમા લખ્યું હતું કે હુ માકા કામથી થોડાક સમય માટે બ્રેક લઇને અમેકિતા ઇલાજ કરાવવા જઇ રહ્યો છું. મારા તમામ શુભચિંતકને કહ્યું છું કે તે કોઇપણ પ્રકારની અટકળો લગાવે, 45 વર્ષથી વધારકે સમય સુધી ફિલ્મોમાં કામ કરતા માકા શરીર પર અનેક પ્રકારના ઉતાર-ચઢાવથી પસાર થયું છે. તમારા પ્રેમ અને શુભેચ્છાઓના સહારે જલદી પરત ફરીશ.