Entertainment Saif Ali Khan remembers Saroj Khan: She was one of the most artistic choreographers
  • Home
  • Entertainment
  • Bollywood
  • સૈફનો સૌથી મોટો ખુલાસો, ગીતના શુટિંગ વખતે વચ્ચે સરોજ ખાન બોલ્યા હતા, ક્યારેય યૌન સંબંધ નથી બનાવ્યા?

સૈફનો સૌથી મોટો ખુલાસો, ગીતના શુટિંગ વખતે વચ્ચે સરોજ ખાન બોલ્યા હતા, ક્યારેય યૌન સંબંધ નથી બનાવ્યા?

 | 11:57 am IST

અભિનેતા સૈફ અલીએ દિગ્ગજ કોરિયોગ્રાફર સરોજ ખાન સાથે કામ કરેલી પળોને યાદ કરી છે. સૈફ અને સરોજ ખાને ઘણા ફિલ્મી ગીતો માટે સાથે કામ કર્યું હતું. સૈફનું કહેવું છે કે સરોજ ખાન તેની કારકિર્દી પર ઉંડો પ્રભાવ ધરાવે છે અને તેમની કામ કરવાની નીતિ ખૂબ જ મજબૂત હતી. જો રિહર્સલ દરમિયાન એક્સપ્રેશન સારા ન હોય તો તે ધમકાવી નાંખતા હતા. એક નિવેદનમાં સૈફ અલી ખાને કહ્યું કે તેમણે સુપરહિટ સોન્ગ ઓલે ઓલે પર પણ સાથે કામ કર્યું છે જેણે તેને ડાન્સિંગ સ્ટાર બનાવી દીધો હતો.

સૈફ અલી ખાને કહ્યું કે સરોજ ખાન પાસે કલાકારોને શીખવવાની એક અલગ રીત હતી. ‘હું એકવાર મોડી રાતે હૈદરાબાદમાં એક સુંદર રોમેન્ટિક ગીતનું શૂટિંગ કરી રહ્યો હતો અને અભિનેત્રીને એક્સપ્રેશન આપવામાં થોડી મુશ્કેલી આવી રહી હતી. સરોજ જી માઈક પર બૂમ પાડી, કહ્યું સેક્સ! આ સેક્સ છે! તમે ક્યારેય સેક્સ નથી કર્યું? પર્ફોમન્સની વચ્ચે તે અમારી ઇજ્જત કાઢતા. . તેની સાથેનું એક ગીત ઘણીવાર વાસ્તવિક કલા બની ગયું, જેમાં દરેક ધબકારા અને પગલા સાથે ભાવના અને એકસપ્રેશનની જરૂરત હોય છે.’

સૈફે સરોજ ખાનને લગતી એક બીજી વાર્તા શેર કરી. તેમણે કહ્યું, ‘માસ્ટરજી સારી રીતે જાણતા હતા કે કયા અભિનેતા પર કયા સ્ટેપ સૂટ થાય છે. તેમણે મને એક ગીત માટે એક અઠવાડિયા માટે રિહર્સલ કરાવી અને પછી તેમણે મને એક જ વારમાં આખી યુનિટની સામે પરફોર્મ કરાવ્યું. પરફોર્મ કર્યા પછી, જ્યારે હું હાફવા લાગ્યો ત્યારે તેણે મને કહ્યું – સારું, હવે આ બધું ભૂલી જાઓ. હવે જ્યારે તું આ ગીત પર સરળતાથી નૃત્ય કરવા સક્ષમ છો, ચાલો કંઈક સારું કરવાનો પ્રયાસ કરીએ. – તે ગીત ફિલ્મ ‘યે દિલાગી’ નું ‘ઓલે ઓલે’ હતું.

સૈફે કહ્યું, ‘તે આ હિટ ગીતને એક અલગ જ મુકામ પર લઈ ગયા હતા. મેં આ ગીતને સેંકડો વખત આંતરરાષ્ટ્રીય સ્ટેજ શોમાં રજૂ કર્યું હશે. હું હંમેશાં ‘માસ્ટરજી’ નો આભારી રહીશ (અને તે સમયે તેમના સહાયકો જોજો અને અહેમદ ખાન, જેમણે પછીથી પોતાની એક અલગ ઓળખ પણ બનાવી હતી), જેમણે મને નૃત્ય સ્ટાર બનાવ્યો. તે મારા માટે એક મોટી ઉપલબ્ધિ હતી કારણ કે મને બિલકુલ ડાન્સ આવડતો ન હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન