Entertainment Sridevi will be seen in a song with shahrukhkhan
  • Home
  • Entertainment
  • Bollywood
  • શાહરૂખે શ્રીદેવીને લઇને છુપાવી રાખી હતી આટલી મોટી વાત, સત્ય આવ્યું સામે

શાહરૂખે શ્રીદેવીને લઇને છુપાવી રાખી હતી આટલી મોટી વાત, સત્ય આવ્યું સામે

 | 12:18 pm IST

શાહરૂખ ખાનની ફિલ્મ ઝીરો જલદી જ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મના પ્રમોશન માટે શાહરૂખ ખૂબ મહેનત કરી રહ્યા છે. થોડાક દિવસ પહેલા આ ખબર આવી હતી કે ફિલ્મમાં રાની મુખર્જી, કાજોલ, જુહી ચાવલા, આલિયા ભટ્ટ, કરિશ્મા કપૂર અને સલમાન ખાન ગેસ્ટ અપીયરેન્સમાં નજરે પડવાના છે. પરંતુ હવે ફિલ્મની રિલીઝથી પહેલા એખ સારી ખબર સામે આવી રહી છે.

પહેલા તો ફિલ્મને લઇને આ ખબર આવી હતી કે તેમા રાની મુખર્જી, કાજોલ, જુહી ચાવલા, આલિયા ભટ્ટ, કરિશ્મા કપૂર અને સલમાન ખાન ગેસ્ટ અપીયરેન્સમાં નજરે પડવાના છે. પરંતુ હવે મળતી ખબરો મુજબ ફિલ્મ ઝીરોમાં શ્રીદેવી, શાહરૂખ ખાનની સાથે એક સ્પેશ્યલ સોન્ગ કરતી નજરે પડશે. શાહરૂખે અત્યાર સુધી આ વાત છુપાવી રાખી હતી કે ફિલ્મમાં શ્રીદેવી પણ એક ભાગ છે અને તે આ એક સ્પેશ્યલ સોન્ગમાં નજરે પડવાની છે. આ ગીતમાં શ્રીદેવી અને શાહરૂખ ખાન સિવાય કરિશ્મા કપૂર અને આલિયા ભટ્ટ પણ નજરે પડશે.

તમને જણાવી દઇએ કે શાહરૂખ ખાનની મચ અવેટેડ ફિલ્મ ઝીરો આગામી મહિને એટલે કે 21 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે. આનંદ એલ રાયની આ ફિલ્મ મોટા બજેટ વાળી છે. શાહરૂખના જન્મ દિવસ પર ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં લીડ રોલમાં શાહરૂખની ઓપોજિટ કેટરીના કેફ અને અનુષ્કા શર્મા નજરે પડશે.