Entertainment Sushmita and Rohman marry till next year
  • Home
  • Entertainment
  • Bollywood
  • સુષ્મિતા સેન આગામી વર્ષમાં ભરી શકે છે આ પગલું, જાણીને થશે આશ્ચર્ય

સુષ્મિતા સેન આગામી વર્ષમાં ભરી શકે છે આ પગલું, જાણીને થશે આશ્ચર્ય

 | 1:36 pm IST

સુષ્મિતા સેન ઘણા સમયથી તેના અફેયરને લઇને ચર્ચામાં છે. સુષ્મિતા સેન આ દિવસોમાં મોડલ રોહમન શોલની સાથે રિલેશનશિપમાં છે. જોકે, થોડાક દિવસ પહેલા સુધી બન્ને પોતાનો સંબંધ છુપાવવાની કોશિશ કરતા રહ્યા છે. પરંતુ એવું નથી. હવે એવી ખબર આવી રહી છે કે બન્ને જલદી લગ્ન કરી શકે છે.

હાલમાં જ સુષ્મિતા સેન અને રોહમન શોલ એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં સાથે નજરે પડ્યા હતા. પરંતું હવે ખબર સામે આવી રહી છે કે તે લોકો જલદી જ લગ્નના બંધનમાં બંધાઇ શકે છે. સુત્રો અનુસાર સુષ્મિતા હવે તેના આ સંબંધને આગળના લેવલ પર લઇ જવાનું વિચારી રહી છે. સુષ્મિતાના નજીકની મિત્રએ જણાવ્યું કે હવે બન્ને પોતાના સંબંધને આગળ વધારવા ઇચ્છી રહ્યા છે. એક સુત્રએ જણાવ્યું કે સુષ્મિતા અને રોહમન બે મહીનાથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બન્ને એક ફેશન ગાલામાં મળ્યા હતા. સાથે ઘણો એન્જોય પણ કર્યો હતો. બન્નેએ સાથે મળીને પોતાના લગ્નને લઇને પ્લાન કર્યો છે. બન્ને આગામી વર્ષ સુધી લગ્ન કરી શકે છે.

View this post on Instagram

#duggadugga ❤️

A post shared by Sushmita Sen (@sushmitasen47) on

સુષ્મિતા સેને હાલમાં કેટલીક તસવીર તેના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. જેમા તે રોહનની પાસે બેઠી છે અને તેની બન્ને પુત્રીઓ સાથે હસી-મજાક કરી રહી છે.