Entertainment Sushmita's Dance Moves Viral on Nora Fatehin's 'Dilbar' song
  • Home
  • Entertainment
  • Bollywood
  • નોરા ફતેહીના ‘દિલબર’ ગીત પર સુષ્મિતાના ડાન્સ મૂવ્સ વાયરલ

નોરા ફતેહીના ‘દિલબર’ ગીત પર સુષ્મિતાના ડાન્સ મૂવ્સ વાયરલ

 | 4:11 pm IST

વર્ષ 1999માં આવેલી ફિલ્મ સિર્ફ તુમના સુપરહિટના ગીત દિલબરન આશરે 20 વર્ષ બાદ જોન અબ્રાહમની ફિલ્મ સત્યમેવ જયતેમાં રીમેક કરવામાં આવ્યું છે. નોરા ફતેહી પર ફિલ્માવવામાં આવેલ આ રિમેક સોન્ગને પણ ખૂબ પસંદ કરવામાં આવ્યું છે. પરંતુ રિમેકના ઓરિજિનલ સોન્ગ પર ડાન્સ કરનારી સુષ્મિતા સેનને નવું વર્ઝન પસંદ આવ્યું નથી. હવે સુષ્મિતા સેન પોતે દિલબર રિમેક પર ડાન્સ મૂવ્સ કરતી દેખાઇ રહી છે. તેનો આ વીડિયો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે.

સુષ્મિતા સેને ઇંસ્ટાગ્રામ પર આ વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયો સુષ્મિતાના જિમમાં વર્કઆઉટ કરતા કરવામાં આવ્યો છે. વીડિયોમાં સુષ્મિતાએ તેના કમાલના એબ્સ બતાવતા બેલી ડાન્સ મૂવ્સ કરતા જોવા મળી રહી છે. દિલબલ સોન્ગના નવા વર્ઝન પર કમર લચકાવતી સુષ્મિતાના આ ગીતને પાંચ લાખથી પણ વધારે વ્યૂઝ મળી ચૂક્યા છે. સુષ્મિતાના આ વીડિયો પર નોરા ફતેહીની કોમેન્ટ પણ આવી છે.

નોરા ફતેહીએ લખ્યું, OMG આઇ લવ યૂ, તમારા જેવી લેજેન્ડ જેવું કોઇ પરફોર્મ કરી શકે નહીં. આ કોમેન્ટ માટે આભાર વ્યક્ત કરતા સુષ્મિતાએ નોરાને મેજીકલ કહી છે.