Entertainment The actress asked her to ban her films
  • Home
  • Entertainment
  • Bollywood
  • પોતાની ફિલ્મોને પ્રતિબંધિત કરવા આ અભિનેત્રીએ કરી માંગ, જાણો વિગત

પોતાની ફિલ્મોને પ્રતિબંધિત કરવા આ અભિનેત્રીએ કરી માંગ, જાણો વિગત

 | 4:59 pm IST

વર્ષ 1995માં હિન્દી ફિલ્મ ‘બરસાત’ ફિલ્મથી કારકીર્દીની શરૂઆત કરનારી ટ્વિંકલે અસફળ ફિલ્મો જેવી ઇતિહાસ, જુલ્મી અને મેલામાં કામ કર્યું. અક્ષય સાથે 2001માં લગ્નમાં કર્યા પછી તેને ફિલ્મી દુનિયાને અલવિદા કહી દીધું હતું.

જ્યારે મુંબઇમાં તેની બુક ‘પાયજામાજ આર ફોરગિવિંગ’ના લોન્ચના દિવસે ટ્વિંકલે મીડિયા સાથે વાત કરી. આ સમયે ફિલ્મમેકર કરણ જોહર હોસ્ટ તરીકે નજરે પડ્યા. તેમણે જ્યારે ટ્વિંકલથી આ સવાલ કર્યો કે તેની કઇ ફિલ્મ હવે ફરીથી બનાવવી જોઇએ તો તેને મજાકમાં કહ્યું, મેં એક પણ હિટ ફિલ્મ નથી આપી. મને લાગે છે કે મારી દરેક ફિલ્મો પર પ્રતિંબંઘ મૂકી દેવો જોઇએ. જેથી કોઇ તેને જોઇ ન શકે.

આ બુક લોન્ચ પર ઇન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર પહોંચ્યા હતા. ટ્વિંકલ ખન્નાની માતા ડિમ્પલ કાપડિયા પણ આ ઇવેન્ટમાં જોવા મળ્યા હતા. એટલું જ નહીં પત્નીની બુક લોન્ચિંગ સમયે અક્ષય કુમાર પણ નજરે પડ્યા હતા. અક્ષય કુમારે પત્ની ટ્વિંકલના આ પુસ્તકની કેટલીક લાઇન મીડીયાની સામે વાંચી. તે સિવાય સોનમ કપૂરે પણ આ લોન્ચ પર ટ્વિંકલની પુસ્તક ‘પાયજામાજ આર ફોરગિવિંગ’માથી કેટલીક લાઇનો વાંચીને સંભળાવી. તે સિવાય બુક લોન્ચિંગમાં રણવીર સિંહ, સોનમ કપૂર, બોબી દેઓલ, તાન્યા દેઓલ, ગૌરી શિંદે સહિતના સ્ટાર હાજર હતા.