લગ્નના 5 વર્ષ બાદ આ અભિનેત્રીએ પતિને કરી આવી Request, જાણીને તમને પણ થશે આશ્ચર્ય - Sandesh
  • Home
  • Entertainment
  • લગ્નના 5 વર્ષ બાદ આ અભિનેત્રીએ પતિને કરી આવી Request, જાણીને તમને પણ થશે આશ્ચર્ય

લગ્નના 5 વર્ષ બાદ આ અભિનેત્રીએ પતિને કરી આવી Request, જાણીને તમને પણ થશે આશ્ચર્ય

 | 5:50 pm IST

સોશિયલ મીડિયામાં સેલેબ્સ તેમના દિલની વાત કહેવામાં પીછેહટ કરતા નથી. તેમના ફોટોશૂટ, પાર્ટી અને ઇવેન્ટ્સથી જોડાયેલી તસવીરો અને વાતો સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કરે છે. હવે સોશિયલ મીડિયા તેમના માટે પ્રેમ વ્યક્ત કરવાનું માધ્યમ પણ બની ગયું છે. જોકે ઇન્ડસ્ટ્રીમાં એક એવી અભિનેત્રી પણ છે. જેને બાળકના પ્લાનિંગ અંગે ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. જી હાં ટીવી શો યે હે મોહબત્તેમાં શગુનનું પાત્ર ભજવી મશહૂર થનારી અભિનેત્રીલ અનિતા હસનંદાનીએ તેના પતિ સાથે બાળકની પ્લાનિંગ કરી છે.

અભિનેત્રી ઇંસ્ટાગ્રામ પર એક ક્યૂટ બાળકની તસવીર શેર કરી છે. ફોટોમાં તેને કેપ્શનમાં તેના પતિ રોહિત રેડ્ડીને ટેગ કરતા લખ્યું છે કે ચલો બાળકનું પ્લાનિંગ કરીએ. રોહિતે તેનો જવાબ કમેન્ટ સેક્શનમાં તો ન આપ્યો,પરંતુ તે તેની પત્નીને લાઇક કરવાનું બિલકુલ પણ ન ભૂલ્યાય અનિતાની આ તસવીરને અત્યાર સુધી 1 લાખ કરતા પણ વધારે લાઇક્સ અને કોમેન્ટ મળી ચૂક્યા છે.


36 વર્ષની અભિનેત્રી અનિતા બોલિવુડ ફિલ્મો અને ટીવી શોની સાથે જોડાયેલી છે. અનિતાએ કુછ તો હે, કૃષ્ણા કોટેજ, કોઇ આપ સા, રાગિની એમએમએસ 2, હીરો સિવાય ઘણી તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ જોડાયેલી છે. તે સિવયા તેને કભી સોતન કભી સહેલી, કસમ સે, નચ બલિયે 7, કોમેડી નાઇટ્સ બચાઓ જેવા ટીવી શો પણ કર્યા છે. અનિતા એ ઓક્ટોબર 2013માં તેના બોયફ્રેન્ડ રોહિત રેડ્ડી સાથે ગોવામાં લગ્ન કર્યા હતા. રોહિત બિઝનેસમેન છે. જોકે આ બન્ને પાર્ટીઓ અને એવોર્ડ ફંક્શનમાં સાથે જોવા મળે છે. અનિતાના લગ્નને 4 વર્ષ થઇ ગયા છે.પરંતુ અત્યાર સુધી તેને કોઇ બાળક નથી.અનિતાની આ પોસ્ટ જોઇને લાગે છે કે આ જોડી ફેમિલી પ્લાનિંગ માટે તૈયાર છે.