Entertainment Vaani Kapoor is seen romancing with Hrithik Roshan, the first song of War released
  • Home
  • Entertainment
  • Bollywood
  • ઋત્વિક રોશન સાથે રોમાન્સ કરતી જોવા મળી વાણી કપૂર, Warનું ધમાકેદાર ગીત રિલીઝ

ઋત્વિક રોશન સાથે રોમાન્સ કરતી જોવા મળી વાણી કપૂર, Warનું ધમાકેદાર ગીત રિલીઝ

 | 2:53 pm IST

બોલીવૂડના બે એક્શન સ્ટાર્સ ઋત્વિક રોશન અને ટાઇગર શ્રોફ પહેલી વખત સ્ક્રીન પર એક સાથે નજરે પડવાના છે. તેમની આ ફિલ્મની ફેન્સ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ‘વૉર’નું પ્રથમ ગીત ઘુંગરુ રિલીઝ થઇ ચૂક્યું છે. ફિલ્મના આ પહેલા ગીતને લઇને ફેન્સમાં ખૂબ એક્સાઇટમેન્ટ હતી. મેકર્સે પહેલા જ દાવો કર્યો હતો કે ફિલ્મના આ ડાન્સિંગ નંબર પર તમે પોતાને નાચવાથી રોકી શકશો નહીં. આ ગીતના ગાયક અરજિત સિંહ અને શિલ્પા રાયે ગાયું છે. જણાવી દઇએ કે આ ગીત ફિલ્મ ‘ધર્મ કાંટા’ના પ્રસિદ્ધ ગીત ‘મોહ આઇ ન જગ સે, મેં ઇતના જોર સે નાચી આજ’ કે ઘુંઘરું ટૂટ ગએ’નું રિક્રિએટેડ વર્ઝન છે.

‘વૉર’નું આ નવું ગીત ઋત્વિક રોશન અને વાણી કપૂરની સાથે બનાવવામાં આવ્યું છે. જેમા તેની હોટ કેમેસ્ટ્રી સ્પષ્ટ નજરે પડી રહી છે. જોકે, વાણી આ ફિલ્મમાં પણ તેની ગત ફિલ્મ ‘બેફિક્ર’ના અંદાજમાં પણ નજરે પડી રહી છે. આ ગીતને વિશાલ-શેખરે તેમનું સંગીત આપ્યું છે. આ ગીત બીચ પર બનાવવામાં આવ્યું છે. તમે પણ જુઓ ફિલ્મ વૉરનું નવું ગીત…

ઋત્વિક રોશન અને ટાઇગર શ્રોફની ‘વૉર’ 2 ઓક્ટોબરે રિલીઝ થવાની છે. ફિલ્મમાં ઋત્વિક રોશન અને ટાઇગર શ્રોફની સાથે વાણી કપૂર, અનુપ્રિયા અને દીપાનિતા શર્મા પણ મહત્વ ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મનું નિર્માણ યશ રાજ ફિલ્મ્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મ હિન્દી સિવાય તમિલ અને તેલુગુ ભાષામાં પણ રિલીઝ થશે.

આ પણ જુઓ: મોરારી બાપુના નિવેદનથી વિવાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન