વિરાટ-અનુષ્કાએ લગ્ન કરવાનું કરી લીધું નક્કી ! - Sandesh
NIFTY 10,365.70 -61.15  |  SENSEX 33,668.05 +-188.73  |  USD 64.9825 +0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • વિરાટ-અનુષ્કાએ લગ્ન કરવાનું કરી લીધું નક્કી !

વિરાટ-અનુષ્કાએ લગ્ન કરવાનું કરી લીધું નક્કી !

 | 7:24 pm IST

ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલી અને બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્માના લગ્ન થવાની ચર્ચા સોશિયલ મીડિયા પર ચર્ચાઇ રહ્યું છે. સ્ટાર કપલે ભારતથી બહાર લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. થોડાક દિવસ અગાઉ કોહલીએ અંગત કારણો જણાવતા કહ્યું કે ક્રિકેટ કંટ્રોલ બોર્ડથી લાંબી રજા માંગી હતી. ત્યારથી જ આ બન્નેના લગ્નની વાત કરવામાં આવી રહી છે. જોકે અનુષ્કા શર્માએ આ ખબરો સાચી ન હોવાનું જણાવ્યું છે.તેમ છતાં વિરાટ અને અનુષ્કાના લગ્નની તૈયારીઓને લઇને ચર્ચા થઇ રહી છે.

વિરાટ કોહલીએ લગ્ન માટે ભારતથી બહારનું વેન્યુ પંસદ કર્યું છે. તે ઇટલીમાં લગ્ન કરશે. તૈયારી શરૂ થઇ ગઇ છે. સુત્રો અનુસાર સંબંધીઓ અને મિત્રોની ટિકિટ પણ બુક થઇ ગઇ છે.જોકે અનુષ્કાના પ્રવક્તાએ લગ્નની ચર્ચાઓનો ઇન્કાર કર્યો છે. સુત્રો અનુસાર આ ગ્રાન્ડ આયોજનમાં સામેલ થવા માટે દુનિયાભરના ગેસ્ટની યાદી તૈયાર કરવામાં આવી છે. જેમા ક્રિકેટ, બોલીવુડ અને રાજકીય લોકો પણ સામેલ થશે.

વિરાટ અને અનુષ્કાના લગ્ન બન્ને પરિવારોની સંમતિથી થઇ રહ્યા છે. વિરાટ અને અનુષ્કા લાંબા સમયથી એકબીજા સાથે રિલેશનશિપમાં હતા. જોકે હાલ લગ્નની તારીખ નક્કી થઇ નથી. પરંતુ 10,11 અને 12 ડિસેમ્બરે બન્ને સગાઇ કરી શકે છે. પારિવારિક સુત્રો અનુસાર વિરાટની સગાઇ અને લગ્ન ખાનગી આયોજન છે. જેમા કોઇપણ ક્રિકેટરને આમંત્રણ આપવામાં આવ્યું નથી. જોકે સુત્રોએ કહ્યું છે કે મુંબઇમાં 21 ડિસેમ્બરે એક ભવ્ય આયોજનનું આમંત્રણ મિત્રો અને સંબંધીઓને મોકલવામાં આવ્યું છે. લગ્ન ઇટલીના મિલાન શહેરમાં થશે.