એક્ટિંગ છોડીને આ એક્ટરે શરૂ કરી ખેતી, ગામને આ રીતે કરશે મદદ - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • એક્ટિંગ છોડીને આ એક્ટરે શરૂ કરી ખેતી, ગામને આ રીતે કરશે મદદ

એક્ટિંગ છોડીને આ એક્ટરે શરૂ કરી ખેતી, ગામને આ રીતે કરશે મદદ

 | 7:25 pm IST

ટીવી સીરિયલ ‘સારાભાઇ vs સારાભાઇ’માં રોસેશનું પાત્ર નિભાવી રહેલા અભિનેતા રાજેશ કુમારને દરેક લોકો જાણતા જ હશે. રાજેશને ટેલીવિઝન ઇન્ડસ્ટ્રીમાં લગભગ 19 વર્ષ થઇ ગયા છે. જેમાં તેમણે એકથી એક ચઢિયાતા પાત્ર નિભાવ્યા છે. તાજેતરમાં જ તેમણે એવો નિર્ણય લીધો છે જેણે ટીવી ઇન્ડસ્ટ્રીને ચોંકાવી દીધી છે. રાજેશ છેલ્લે ‘સારાભાઇ vs સારાભાઇ’માં જોવા મળ્યા હતા. હાલમાં જ તેમણે પોતાની જિંદગી સાથે જોડાયેલો એટલો મોટો નિર્ણય લીધો છે જે જાણીને તમે ચોંકી જશો.

સૂત્રોનાં જણાવ્યા અનુસાર, રાજેશ કુમારે બિહારનાં એક ગામને સ્માર્ટ સિટી બનાવવાનો નિર્ણય કર્યો છે. આ માટે તેમણે ફક્ત શહેરનાં જીવનને જ નહીં, પરંતુ એક્ટિંગ કેરિયરને પણ અલવિદા કહી દીધું છે. રાજેશ કુમારે આ નિર્ણય વિશે જણાવ્યું કે, “હું આંબાનાં ઝાડ નીચે બેઠો હતો ત્યારે મને આ વિચાર આવ્યો હતો.” રાજેશ બિહારનાં બર્મા ગામને સ્માર્ટ સિટી બનાવવા ઇચ્છે છે. આ કાર્યને પૂર્ણ કરવામાં તેઓ પુરજોશથી લાગી ગયા છે.

વધુમાં રાજેશે કહ્યું કે, “જ્યારે એક એક્ટર અન્ય કામ કરવા લાગે છે ત્યારે લોકો કહે છે કે તેને કામ નહી મળતું હોય. મારા મામલે કેસ થોડોક અલગ છે. મને જે કામની ઑફર મળી રહી હતી તે જરા પણ પડકારજનક નહોતી. ઉલ્લેખનીય છે કે, રાજેશે 199માં ‘એક મહલ હો સપનોં કા’ સીરિયલથી પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેઓ ‘દેશ મેં નિકલા હોગા ચાંદ’, ‘કુસુમ’ અને ‘ખિચડી’માં જોવા મળ્યા હતા.