environmentalist-prof-gd-aggarwal-died-after-112-days-of-indefinite-fast
  • Home
  • India
  • ગંગા બચાવવા માટે 112 દિવસના આમરણ ઉપવાસ બાદ જી. ડી. અગ્રવાલનું નિધન

ગંગા બચાવવા માટે 112 દિવસના આમરણ ઉપવાસ બાદ જી. ડી. અગ્રવાલનું નિધન

 | 6:20 pm IST

આઈઆઈટી કાનપુરના પૂર્વ પ્રોફેસર અને ગંગાપુત્ર પ્રો. જી. ડી. અગ્રવાલનું 112 દિવસના આમરણ ઉપવાસ બાદ નિધન થઈ ગયું છે. પ્રો. અગ્રવાલ પાછલા 22 જૂનથી હરિદ્વારમાં આમરણ અનશન પર બેઠ્યા હતા. પ્રો. અગ્રવાલ ગંગા નદીની પ્રવાહમાં ચેકડેમ દ્વારા પેદા કરવામાં આવેલા અવરોધોના વિરોધી હતી. તેમને સરકાર સામે માંગ રાખી હતી કે, બધા જ હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ બંધ કરવામા આવે.

લગભગ 111 દિવસના અનશન બાદ તેમને મંગળવારે પાણીનું પણ ત્યાગ કરી દીધું હતુ. તેમની મોત બુધવારે ઋષિકેશના એમ્સમાં હાર્ટ એટેકના કારણે થઈ.

ટાઈમ્સ ઈન્ડિયામાં પ્રકાશિત એક સમાચાર અનુસાર પ્રો. અગ્રવાલે કહ્યું હતુ કે, ‘અમે વડાપ્રધાન અને જળસંસાધન મંત્રાલયને ઘણા બધા પત્રો મોકલ્યા પરંતુ તેમના તરફથી કોઈ જ જવાબ આવ્યો નથી. હું પાછલા 109 દિવસથી આમરણ અનશન પર છુ અને હવે મે નિર્ણય કર્યો છે કે, હું મારી તપસ્યાને વધુ આગળ વધારીશ અને ગંગા નદી માટે પોતાના જીવનનું બલિદાન આપી દઈશ. મારી મોત સાથે જ મારા અનશનનું અંત થશે. ‘

પ્રો. અગ્રવાલનું અનશન તોડાવવા માટે ઉત્તરાખંડના પૂર્વ સીએમ અને દિગ્ગજ નેતા રમેશ પોખરિયાલ નિશંકે ઘણી બધી કોશિષ કરી હતી પરંતુ તેમની કોશિષ બેકાર ગઈ.

પશ્ચિમ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં એક ખેડૂત પરિવારમાં પેદા થયેલ જીડી અગ્રવાલ આઈઆઈટી રૂડકીથી સિવિલ એન્જિનિયરિંગમા સ્નાતક થયા હતા. પાછળથી તેમને કૈલિફોર્નિયા વિશ્વવિદ્યાલયથી પીએચડીની ડિગ્રી મેળવી હતી.

તેઓ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પહેલા મેમ્બર સેક્રેટરી પણ રહ્યાં. તેઓ કાનપુર આઈઆઈટી સિવિલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના હેડ પણ રહ્યાં. ગાંધીવાદી રીતે જીવન જીવનાર પ્રો. જીડી અગ્રવાલે વર્ષ 2011માં સન્યાસ ધારણ કર્યો હતો અને ત્યાર બાદ ગંગા સાથે જોડાયેલ અભિયાન પર જ પોતાનું જીવન સમર્પિત કરી દીધુ.