EPFO pension age rule may be change, implemented soon
  • Home
  • Business
  • નોકરીયાત માટે આવ્યા મહત્વના સમાચાર, PFના પેન્શન નિયમમાં મોટા ફેરફારની તૈયારી

નોકરીયાત માટે આવ્યા મહત્વના સમાચાર, PFના પેન્શન નિયમમાં મોટા ફેરફારની તૈયારી

 | 5:39 pm IST

મોટાભાગે નોકરી કરનાર વ્યક્તિના પગારમાંથી એક નિશ્ચિત રકમ PFના ભાગરૂપે કર્મચારી ભવિષ્ય નિધિ(PF) ખાતામાં જમા થયા છે. આ મૂડીને સુરક્ષિત ભવિષ્ય માટે સૌથી સારું ફંડ માનવામાં આવે છે. ઉપરાંત આ માધ્યમથી ઉંમરના અંતિમ તબક્કામાં લોકોને પેન્શનનો પણ ફાયદો મળે છે. પરંતુ હવે પેન્શનથી સંબંધી એક નિયમમાં મોટો ફેરફાર થવાની તૈયારી ચાલી રહી છે. જેના કારણે 6 કરોડથી વધુ PF સબ્સક્રાઇબર્સને અસર થઈ શકે છે.

મીડિયા રિપોર્ટ મુજબ એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન(EPFO) એક પ્રસ્તાવ લાવવાની તૈયારીમાં છે. રિપોર્ટ પ્રમાણે આ પ્રસ્તાવમાં પેન્શન માટે ઉંમરની મર્યાદા 58થી વધારીને 60 વર્ષ કરવામાં આવી શકે છે. જોકે આ ઓપ્શનલ હશે. એટલે કે પીએફ ખાતાધારક પોતાની ઇચ્છા અનુસાર 58 અથવા 60 વર્ષની ઉંમરમાં પેન્શન લઈ શકશે. EPFOનું માનવું છે કે સરકારના આ નિર્ણયથી પેન્શન ફંડની ખાધ 30,000 કરોડ રૂપિયાથી ઓછી થઈ જશે.

આપને જણાવી દઈએ કે અલગ-અલગ જગ્યાએ નોકરી કરીને પણ જો વ્યક્તિની સર્વિસ હિસ્ટ્રી 10 વર્ષની થઈ જાય છે તો તે પેન્શન પ્રાપ્ત કરવાનો હકદાર બની જાય છે. હાલના સમયમાં 58 વર્ષની ઉંમર થતા એક નિશ્ચિત રકમ પેન્શનના ભાગરૂપે મળવા લાગે છે. મીડિયા રિપોર્ટ મુજબ પેન્શનની ઉંમરનો આ પ્રસ્તાવ 2015માં પહેલીવાર સરકાર સામે રજૂ કરવામાં આવ્યો હતો પરંતુ તે સમયે સરકારે આને સ્વીકાર કર્યો નહોતો. જોકે EPFOના આ પ્રસ્તાવને ન્યાસી બોર્ડ સિવાય લેબર મિનિસ્ટ્રી અને ફાઇનાન્સ મિનિસ્ટ્રીની મંજૂરી આવશ્યક છે.

આ વીડિયો પણ જુઓ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચુંટણીમાં અનેક સેલિબ્રિટીઝે કર્યું મતદાન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન