2017-18 માટે પીએફનો વ્યાજદર રહેશે યથાવત, કોઈ લાભ થશે નહિ - Sandesh
NIFTY 10,365.80 +5.40  |  SENSEX 33,757.49 +53.90  |  USD 64.8075 +0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • 2017-18 માટે પીએફનો વ્યાજદર રહેશે યથાવત, કોઈ લાભ થશે નહિ

2017-18 માટે પીએફનો વ્યાજદર રહેશે યથાવત, કોઈ લાભ થશે નહિ

 | 7:31 pm IST

21મી ફેબ્રુઆરીના રોજ મળનારી ઇપીએફઓના બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠકમાં પ્રોવિડન્ટ ફંડધારકોને કોઇ લાભ થાય તેવી સંભાવના નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર ઇપીએફઓ વર્ષ 2017-18 માટે પાંચ કરોડ પ્રોવિડન્ટ ફંડધારકોને તેમના ફઁડ પર અપાતા વ્યાજનો દર 8.65 ટકા પર યથાવત રાખશે. વર્તમાન નાણાકીય વર્ષ માટે ઇપીએફઓનો વ્યાજદર 8.65 ટકા જાળવી રાખવા માટે ફેબ્રુઆરીના પ્રારંભે જ ઇપીએફઓએ રૂપિયા 2886 કરોડના ઇટીએફ ફંડનું વેચાણ કર્યું હતું.

ઇપીએફઓએ વર્ષ 2016-17 માટે પણ પીએફ પરનો વ્યાજદર 8.65 ટકા જાહેર કર્યો હતો. વર્ષ 2015-16માં પીએફ પર 8.8 ટકા વ્યાજ અપાયું હતું. ઇપીએફઓને તેના રૂપિયા 1054 કરોડના ભંડોળ પર 16 ટકા વ્યાજની આવક થઇ છે તેથી ચાલુ નાણાકીય વર્ષ માટે પીએફ પર 8.65 ટકા વ્યાજ ચૂકવવામાં ઇપીએફઓને કોઇ તકલીફ નહીં પડે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષ માટે એજન્ડાની સાથે આવકની ધારણાઓ હજુ ટ્રસ્ટીઓને અપાઇ નથી. 22મી ફેબ્રુઆરીના રોજ મળનારી બોર્ડની બેઠકમાં રજૂ કરાય તેવી સંભાવના છે. ઇપીએફઓ દ્વારા ચાલુ નાણાકીય વર્ષ માટે આવકની ધારણાઓનું વર્ગીકરણ કરાયા પછી ઇટીએફના વેચાણનો નિર્ણય લેવાયો હતો.

ઓગસ્ટ 2015થી ઇપીએફઓ ઇટીએફમાં નાણા રોકી રહયું છે. હજુ ઇટીએફમાં કરાયેલા રોકાણનું વેચાણ કરાયું નહોતું. અત્યાર સુધીમાં ઇપીએફઓએ ઇટીએફમાં રૂપિયા 44,000 કરોડનું રોકાણ કર્યું છે.

આગામી બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠકમાં પીએફ ધારકોને ચાલુ નાણાકીય વર્ષ માટે તેમના પીએફ પર ચૂકવાનારા વ્યાજદરના પ્રસ્તાવ સહિતના મુદ્દા પર ચર્ચા કરાશે. ટ્રસ્ટીઓ પીએફ ધારકોના ખાતામાં ઇટીએફની ક્રેડિટ આપવાના પ્રસ્તાવની પણ સમીક્ષા કરશે કારણ કે મોટાભાગના પીએફધારકોમાં તે સ્તરની નાણાકીય જાણકારી હોતી નથી. પ્રસ્તાવ મૂકાયો છે કે પીએફધારકોને તેમના ખાતામાં ઇટીએફ ક્રેડિટ જમા કરાવવા અંગેનો વિકલ્પ આપવો જોઇએ.