પીએફ પરના વ્યાજ દરમાં ઘટાડો કરશે ઈપીએફઓ - Sandesh
  • Home
  • Business
  • પીએફ પરના વ્યાજ દરમાં ઘટાડો કરશે ઈપીએફઓ

પીએફ પરના વ્યાજ દરમાં ઘટાડો કરશે ઈપીએફઓ

 | 5:07 pm IST
  • Share

કેન્દ્રના શ્રમ મંત્રાલયના અધિકારીએ જણાવ્યું છે કે પ્રોવિડન્ટ ફંડ (પીએફ) પર હાલમાં 8.56 ટકા વ્યાજ ચુકવાય છે. વર્ષ 2016-17માં ઈપીએફઓના સભ્ય 4.5 કરોડ હતાં. એક્સચેન્જ ટ્રેડેટ ફંડ (ઈટીએફ)ના યુનિટ સીધેસીધા પીએફ ખાતામાં જમા કરાતા હોવાથી વ્યાજ દરમાં ઘટાડો થવાની શક્યતા છે.

વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ઈપીએફઓ 2017-18 માટે જમા રકમ પરના વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે. કારણ કે ઈટીએફ રોકાણને સીધેસીધા ગ્રાહકોના ખાતામાં જ જમા કરવામાં આવનાર છે.

અગાઉ ગયા વર્ષના ડિસેમ્બરમાં વર્ષ 2016-17 માટે ઈપીએફ પરનું વ્યાજ 8.65 ટકા નક્કી કરાયું હતું. જ્યારે 2015-16માં 8.8 ટકા વ્યાજ અપાયું હતું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો