Erdogan expels ambassadors of 10 countries including America from Turkey
  • Home
  • Featured
  • તુર્કીએ અમેરિકા સહિત 10 દેશના રાજદૂતોને દેશમાંથી હાંકી કાઢ્યા

તુર્કીએ અમેરિકા સહિત 10 દેશના રાજદૂતોને દેશમાંથી હાંકી કાઢ્યા

 | 11:34 pm IST
  • Share

  • આ 10 દેશના રાજદૂતોએ તુર્કી છોડવું પડશે
  • જાણો આ રાજદૂતો પર તુર્કીએ શું આરોપ લગાવ્યો
  • તુર્કીના નિર્ણય બાદ પશ્ચિમી દેશો સાથે તણાવ વધશે

તુર્કીએ આંતરિક મામલામાં દખલ દેવાના નામે અમેરિકા,ફ્રાંસ, કેનેડા સહિત 10 દેશના રાજદૂતોને દેશમાંથી હાકી કાઢ્યા છે. તુર્કીના વિદેશ મંત્રાલયે આ દેશોના રાજદૂતોને પરસોના નોન ગ્રાટા (persona non grata) જાહેર કર્યા છે. એનો મતલબ આ રાજદૂતો હવે તુર્કી માટે બિનજરૂરી વ્યક્તિ બની ગયા છે. આ રાજદૂતોએ 48થી 72 કલાકની અંદર તુર્કીની સીમાથી બહાર જવુ પડશે. સામાન્ય રીતે કોઈપણ દેશ રાજદૂતોને નહીં પરંતુ રાજદ્વારીઓને દેશ નિકાલ કરતા હોય છે.

ઉસ્માન ક્વાલાને છોડવાની વાત કરી રહ્યા હતા રાજદૂતો

તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને શનિવારે કહ્યું કે, તેમણે વિદેશ મંત્રાલયને સામાજિક કાર્યકર્તા ઉસ્માન ક્વાલાની મૂક્તિની માગ કરનારા પશ્ચિમી દેશોના 10 રાજદૂતોને દેશનિકાલનો આદેશ આપ્યો છે.ક્વાલા ચાર વર્ષથી જેલમાં બંધ છે, તેમના પર 2013માં દેશવ્યાપી વિરોધ પ્રદર્શનોની ફાઈનેંસિંગ કરવાનો આરોપ છે. તુ્ર્કીની સરકારે એવો પણ આરોપ લગાવ્યો છે કે, 2016માં થયેલા અસફળ સત્તાપલટમાં પણ ઉસ્માન ક્વાલાનો જ હાથ હતો, જો કે તેમણે આ આરોપને હંમેશા નકારી કાઢ્યા છે.

આ 10 દેશના રાજદૂતોએ દેશ છોડવો પડશે

18 ઓક્ટબરે એક સંયુક્ત નિવેદનમાં કેનેડા,ડેન્માર્ક, ફ્રાંસ,જર્મની, નેધરલેન્ડ, નોર્વે, સ્વિડન, ફિનલેન્ડ, ન્યૂઝીલેન્ડ અને સંયુક્ત રાજ્ય અમેરિકાના રાજદૂતોએ ક્લાલાની મૂક્તિની માગ કરી હતી. આ દેશોએ કહ્યું હતું કે, ક્વાલા મામલે ન્યાયસંગત અને ઝડપી સમાધાન કરવામાં આવે. જે બાદ તુર્કીના વિદેશ મંત્રાલયે આ તમામ દેશના રાજદૂતોને બોલાવ્યા અને તેમના નિવેદનને બિન જવાબદાર ગણાવ્યું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો