Ericsson case: Anil Ambani thanks elder brother Mukesh Ambani And Nita for Timely Support
  • Home
  • Business
  • મુકેશ અંબાણી બન્યા સંકટમોચક, અનિલ અંબાણીએ ભાઇ-ભાભીને કહ્યું- Thanks

મુકેશ અંબાણી બન્યા સંકટમોચક, અનિલ અંબાણીએ ભાઇ-ભાભીને કહ્યું- Thanks

 | 8:02 am IST

– એરિકસન કેસ : આરકોમે રૂપિયા 550 કરોડ તથા તેના પર લાગતા વ્યાજની રકમ ચૂકવી દીધી
– સુપ્રીમ કોર્ટે 19મી માર્ચ પહેલાં બાકી લેણાં ચૂકવવા નહિતર કોર્ટના અનાદરના કેસમાં અનિલ અંબાણીને જેલ તૈયાર રહેવા ચેતવણી આપી હતી

એરિકસન કેસમાં દેવામાં ડૂબેલી રિલાયન્સ કોમ્યુનિકેશનને તારવા બદલ તથા સુપ્રીમ કોર્ટે નક્કી કરેલી મુદતના એક દિવસ પહેલાં એરિક્સનને 550 કરોડ અને વ્યાજની રકમ ચૂકવવા બદલ આરકોમના માલિક અનિલ અંબાણીએ પોતાના મોટાભાઈ મુકેશ અંબાણી અને ભાભી નીતા અંબાણીનો આભાર માન્યો હતો.

અનિલ અંબાણી એ જણાવ્યું હતું કે, મારે આદરણીય મોટાભાઇ મુકેશ અને ભાભી નીતાનો હું આભારી છું, કે તેમણે અમારા પરિવારની પરંપરા અને સાચા મૂલ્યોને જાળવતા સમયસર મદદ કરીનને મને મોટી મુશ્કેલીમાંથી ઉગાર્યો છે. હું અને મારો પરિવાર ભૂતકાળને ભૂલીને કયારનાય આગળ વધી ગયા છીએ. અમે તેમના ખૂબ જ આભારી છીએ.

…….તો ત્રણ મહિનાની જેલ થઇ હોત

સ્વિડિશ ટેલિકોમ કંપની એરિક્સનને 19 માર્ચ સુધીમાં રૂપિયા 462 કરોડના બાકી લેણાંની ચૂકવણી માટે સુપ્રીમે આપેલી મુદ્દત પૂરી થાય તે પહેલાં જ આરકોમે સોમવારે તે રકમની ચૂકવણી કરી દીધી છે. એરિક્સનના પ્રવકતાએ સોમવારે તે અંગેની માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે આરકોમ આ ચૂકવણું કરવામાં નિષ્ફળ જાત તો અનિલ અંબાણીને ત્રણ મહિનાની જેલ થવાની સંભાવના હતી. ગયા મહિને સુપ્રીમ કોર્ટે આરોકમ અને તેના બે ડિરેકટર્સને એરિક્સને ચાર સપ્તાહમાં બાકી લેણાં ચૂકવી દેવા કે પછી કોર્ટના તિરસ્કારના કેસમાં ત્રણ મહિના જેલમાં જવા તૈયાર રહેવાની ચેતવણી આપી દીધી છે.

Rcom અને જિયોની વચ્ચે કરાર ખત્મ
એરિક્સનને ચૂકવણી કર્યા બાદ તરત જ Rcomએ રિલાયન્સ જિયોની સાથે દૂરસંચાર સંપત્તિઓના વેચાણ માટે ડિસેમ્બર 2017મા કરેલો કરાર પૂરતો થઇ જવાની જાહેરાત કરી દીધી. આ સોદો 17000 કરોડ રૂપિયાનો હતો. અંદાજે 15 મહિના પહેલાં અનિલ અંબાણીએ રિલાયન્સ કોમ્યુનિકેશન્સની સંપત્તિઓનું વેચાણ પોતાના મોટાભાઇ મુકેશ અંબાણીની કંપનીને કરવાનો કરાર કર્યો હતો. બંને ગ્રૂપે સોમવારના રોજ આ કરારને રદ્દ કરીને જાહેરાત કરી કે સરકાર અને ઋણદાતાઓથી મંજૂરી મળવામાં મોડું અને કેટલાંય પ્રકારની અડચણો આ સમજૂતીને સમાપ્ત કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન